WPL 2025 Schedule: વુમન્સ પ્રીમીયમ લીગ 2025 ની પ્રથમ મેચ 14 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાત જાયન્ટસ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.
WPL 2025 Schedule: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગુરુવારે વુમન્સ પ્રીમિયર લીગ 2025નું શિડ્યૂલ જાહેર કરી દીધું છે. વુમન્સ ટી20 લીગની ત્રીજી સીઝન ચાર શહેરમાં રમાશે. જેમાં વડોદરા, બેંગલુરુ, લખનૌ અને મુંબઈ સામેલ છે. ટુર્નામેન્ટની શરૂઆત 14 ફેબ્રુઆરીથી વડોદરાના બીસીએ સ્ટેડિયમથી થશે.
WPL 2025 Schedule: વુમન્સ પ્રીમીયમ લીગ 2025
4⃣ Cities
— Women's Premier League (WPL) (@wplt20) January 16, 2025
5⃣ Teams
2⃣2⃣ Exciting Matches
Here's the #TATAWPL 2025 Schedule 🔽
𝗠𝗮𝗿𝗸 𝗬𝗼𝘂𝗿 𝗖𝗮𝗹𝗲𝗻𝗱𝗮𝗿𝘀 🗓️ pic.twitter.com/WUjGDft30y
વિમેન્સ પ્રીમિયર લીગ 2025
આગામી સિઝનની તમામ મેચો દેશના ચાર શહેરોમાં જ રમાશે, જેમાં 14 ફેબ્રુઆરીથી લઇને 19 ફેબ્રુઆરી સુધી વડોદરામાં કુલ છ મેચો રમાશે. જે પછી 20 ફેબ્રુઆરીએ કોઇ મેચ નહીં રમાશે. 21 ફેબ્રુઆરીથી લઇને પહેલી માર્ચ સુધી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કુલ આઠ મેચો રમાશે. જે પછી બીજી માર્ચે કોઇ મેચ નહીં રમાશે.
આ પણ ખાસ વાંચો:
ત્રીજી માર્ચથી લઇને આઠ માર્ચ સુધી લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ચાર મેચો રમાશે.મુંબઇના ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઇ સ્ટેડિયમમાં વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની બે મહત્ત્વની મેચો એલિમિનેટર અને ફાઇનલ રમાશે, જેમાં એલિમિનેટર મેચ 13 માર્ચે અને 15 માર્ચે ફાઇનલ રમાશે.
વુમન્સ પ્રીમિયર લીગ 2025 ક્યાં શહેરો માં રમાશે?
1. વડોદરામાં 6 મેચ
2. બેંગલુરુમાં 8 મેચ
3. લખનઉમાં 4 મેચ
4. મુંબઈમાં 4 મેચ
કુલ મેચો- 22 (એલિમિનેટર અને ફાઈનલ સહિત)
વુમન્સ પ્રીમિયર લીગ 2025 ક્યારથી શરુ થાય છે?
WOMEN PREMIER LEAGUE 2025 ની શરૂઆત 14 ફેબ્રુઆરી 2025 થી શરુ થશે.
વુમન્સ પ્રીમિયર લીગ 2025 ફાઈનલ મેચ કયારે છે?
વુમન્સ પ્રીમિયર લીગ 2025 ફાઈનલ મેચ 15 માર્ચ 2025ના રોજ રમાશે.