આ રસ માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
ઠંડીના દિવસોમાં શરીરને ગરમ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ જ્યુસનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે.
શિયાળામાં ગાજર-બીટરૂટનો રસ પસંદ કરવાનું મુખ્ય કારણ તેમાં રહેલા પોષક તત્વો છે.
ગાજરમાં વિટામીન A, C, K અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે
જે આંખોની રોશની સુધારવામાં અને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
બીટરૂટમાં ભરપૂર માત્રામાં આયર્ન, ફોલેટ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે એનિમિયાને દૂર કરે છે અને શરીરને એનર્જી આપે છે
આ રસ શરીરમાં લોહીને શુદ્ધ કરે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન જેવા મોસમી રોગો સામે રક્ષણ આપે છે.