Vidhyashayak Bharti Merit List 2025: વિદ્યાસહાયક ભરતીની કામચલાઉ મેરીટ યાદી 20 ફેબ્રુઆરી 2025 નાં રોજ 3.30 વાગ્યે જાહેર થશે.
Vidhyashayak Bharti Merit List 2025: રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 ની 5000 જગ્યાઓ, ધોરણ 6 થી 8 ની 7000 જગ્યાઓ અને અન્ય માધ્યમની 1852 જગ્યાઓ એમ કુલ 13,852 જગ્યાઓ ભરવા વિધાસહાયક ભરતીની જાહેરાત આપવામાં આવેલ.
વિધાસહાયક ભરતી અંગે જેની કામચલાઉ મેરીટ યાદી તા.20.02.2025 ના રોજ બપોરના 3.30 કલાકે https://vsb.dpegujarat.in પર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જે હાલ પ્રસિદ્ધ થઇ ચુકી છે. જેની ઉમેદવારો નોંધ લઈ વેબસાઈટ પર જઈ પોતાની કામચલાઉ મેરીટ યાદી જોઈ શકશે.
આ પણ ખાસ વાંચો:
- Gujarat RTE Admission 2025-26: વિના મુલ્યે ધોરણ 1 માં પ્રવેશ, 12 માર્ચ સુધી અરજી કરી શકાશે
- IOCL Recruitment 2025: IOCL માં આવી પરીક્ષા વગર સીધી ભરતી
- India Post GDS Recruitment 2025: ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2025 જાહેર
વિદ્યાસહાયક મેરીટ લીસ્ટ 2024-25
વિધાસહાયક ભરતી મેરીટ યાદી કેવી રીતે ચેક કરવું ?
સરકારી પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયક ભરતી અંગેની કામચલાઉ મેરીટ યાદી જોવા નીચેના સ્ટેપ અનુસરવાના રહેશે.
1. સૌ પ્રથમ તમારે https://vsb.dpegujarat.in વેબસાઈટ ની મુલાકાત લેવી પડશે.
2. ઉમેદવારે મેરીટ માટે લોગીન પર ક્લિક કરવાની રહેશે.
3. ત્યારબાદ તેમના અરજીપત્રક પર દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે.
4. મેરીટ ક્રમાંકમાં જોવા માટે લોગીનમાં મુકેલ મેરીટની લિંક પર કિલક કરવાથી પોતાના મેરીટ ક્રમાંક અને મેરીટ વેબસાઈટ પર જોઈ શકશો.
5. ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર ક્લિક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગતો જોઈ શકશો.
વિદ્યાસહાયક ભરતી વિગત
- ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ – અંદાજીત 5000 જગ્યા
- ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ – અંદાજીત 7000 જગ્યા
- ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી સિવાયના અન્ય માધ્યમ – અંદાજીત 1852 જગ્યા
Vidhyashayak Bharti Merit List 2025
ઉમેદવારો તેઓના નામ, લાયકાત, કેટેગરી અને મેરીટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબ સાઈટ ઉપર તા.૨૦/૦૨/૨૦૨૫ થી તા.૨૫/૦૨/૨૦૨૫ દરમ્યાન તમામ ઉમેદવાર ઓન-લાઈન સુધારા પત્રક (વાંઘા અરજી) ની પ્રિન્ટ મેળવી શકશે. આ સુધારા પત્રકમાં તમારી વિગત દશવિલ છે તેમાં જો કોઈ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તા.૨૧/૦૨/૨૦૨૫ થી તા.૨૭/૦૨/૨૦૨૫ (જાહેર રજા સિવાય) ના રોજ ૧૧.૦૦ થી ૧૮.૦૦ કલાક સુધી આપવાની રહેશે. સુધારા પત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહી.
જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારા પત્રક (વાંધા અરજી) ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમીટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને જમા કરાવી શકશે. સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા (પ્રમાણપત્ર) સિવાય વાંધા અરજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી. વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે.
ફાઇનલ મેરીટયાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર વિગેરે માટેની સુચનાઓ હવે પછી વેબ સાઈટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે. તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિત https://Vsb.dpegujarat.in વેબ સાઈટ જોતા રહેવું.