વિદ્યાસહાયક ભરતી 2025: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે 4184 જગ્યા પર વિદ્યાસહાયક ભરતી 2025 જાહેર.
વિદ્યાસહાયક ભરતી 2025: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ. ગાંધીનગર દ્વારા તા. 27.03.2025 ના રોજ આપવામાં આવેલ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિધાસહાયક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ની જાહેરાત સંદર્ભે ઉમેદવારો ઓનલાઈન અરજીપત્રક વેબસાઈટ https://vsb.dpegujarat.in ઉપર તા.૦01.04.2025 ના રોજ સવારના 12:00 કલાકથી તા. 10.04.2025 ના રોજ બપોરના 03:00 કલાક સુધી ભરી શકશે. સ્વીકાર કેન્દ્ર પર અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 11.04.2025 (05:00 કલાક સુધી) રહેશે.
વિદ્યાસહાયક ભરતી 2025 – Vidhyasahayak Bharti 2025
સંસ્થા | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર |
પોસ્ટ | વિદ્યાસહાયક |
જગ્યા | 4184 |
ભરતી પ્રકાર | દિવ્યાંગ ઉમેદવારો માટે |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10-4-2025 |
ક્યાં અરજી કરવી | https://vsb.dpegujarat.in |
પોસ્ટ વિગત
પોસ્ટ | વિભાગ | A | B | C | D&E | કુલ અંદાજીત જગ્યા |
વિદ્યાસહાયક,વર્ગ-3 | ધોરણ 1થી5 | 1029 | 1327 | 0 | 1359 | 3715 |
ધોરણ 6થી 8 | 136 | 162 | 0 | 171 | 469 | |
કુલ | 4184 |
શૈક્ષણિક લાયકાત
- દિવ્યાંગ માટે અનામત જગ્યા ઉપર જે ઉમેદવાર પસંદગી પામશે તેઓ પોતે જે કેટેગરીના (બિન અનામત/અનુ.જાતિ/અનુ.જનજાતિ/સા.શૈ.પ.વર્ગ/આ.ન.વ.) ઉમેદવાર હશે તે કેટેગરીના ગણવામાં આવશે. શિક્ષણ વિભાગના તા.25.03.2025 ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ફક્ત દિવ્યાગજનો માટે આપવાની થતી વિધાસહાયક ભરતી 2025 ની જાહેરાત માટે વર્ષ 2023 અને અગાઉની તમામ ટેટ – 1 અને ટેટ – 2 પરીક્ષાના પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવશે.
- વધુ વિગત માટે સત્તાવાર જાહેરાત વાંચવી.
આ પણ ખાસ વાંચો:
- શિક્ષક ભરતી 2025: સુરત મહાનગરપાલિકાની વિવિધ શાળાઓમાં શિક્ષક ભરતી 2025 જાહેર
- GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2025 જાહેર
- ISRO Recruitment 2025: ઈસરો એપ્રેન્ટીસ ભરતી 2025 જાહેર, 21 એપ્રિલ સુધી અરજી કરી શકાશે
ખાસ નોંઘ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વિદ્યાસહાયક ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?
લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે.
અરજી કરવાની ઓફિશ્યલ વેબસાઈટ
વિદ્યાસહાયક ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
10 એપ્રિલ 2025 અરજી કરવાની છેલ્લી તારીખ છે.
સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 11-4-2025ના રોજ સાંજના પાંચ વાગ્યા સુધી છે. (જાહેર રજાના દિવસ સિવાય)