વાવ – થરાદ જીલ્લો: 2025 ના વર્ષના પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતને મુખ્યમંત્રીની ભેટ. હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી.
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી 8 તાલુકાઓ 4 નગરપાલિકાઓનો નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાશે. નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે, હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.
વાવ – થરાદ જીલ્લો
2025 ના વર્ષના પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતને મુખ્યમંત્રીની ભેટ
— DD News Gujarati (@DDNewsGujarati) January 1, 2025
હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી 8 તાલુકાઓ 4 નગરપાલિકાઓનો નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાશે
નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે pic.twitter.com/vesm87h9Lh
બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.
મહાનગરપાલિકાઓની સંખ્યામાં થયો વધારો. નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ 09 નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે. 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્યમંત્રીમંડળની મંજૂરી.
➡️મહાનગરપાલિકાઓની સંખ્યામાં થયો વધારો
— DD News Gujarati (@DDNewsGujarati) January 1, 2025
➡️નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ 09 નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે
➡️9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્યમંત્રીમંડળની મંજૂરી@Bhupendrapbjp pic.twitter.com/8nnLSFBD3T
ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ 08 મહાનગરપાલિકાઓ કાર્યરત. રાજ્યમાં 17 મહાનગરપાલિકાઓ થશે.
આ પણ ખાસ વાંચો:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે.