HomeEntertainmentUMBARRO Official Trailer: ગુજરાતી ફિલ્મ ઉંબરો નું ઓફિશ્યલ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું

UMBARRO Official Trailer: ગુજરાતી ફિલ્મ ઉંબરો નું ઓફિશ્યલ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું

UMBARRO Official Trailer: નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ “હેલારો”ના નિર્દેશક અભિષેક દ્વારા નિર્દેશન કરેલ ગુજરાતી ફિલ્મ ઉંબરો નું ઓફિશ્યલ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું.

UMBARRO Official Trailer: આ ગુજરાતી ફિલ્મ ઉંબરો એવરેસ્ટ એન્ટરટેઇનમેન્ટ અને ઈરાદા સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલ સંજય છાબરિયા અને ફાલ્ગુની પટેલ દ્વારા નિર્મિત ફિલ્મ છે. ફિલ્મનું સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ અભિષેક અને કેયુ શાહ દ્વારા લિખિત છે.

UMBARRO Official Trailer: ગુજરાતી ફિલ્મ ઉંબરો નું ઓફિશ્યલ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું

મિત્રોઆ ગુજરાતી ફિલ્મ ઉંબરોની સ્ટારકાસ્ટની વાત કરીએ તો દના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, સુચિતા ત્રિવેદી, દીક્ષા જોષી, તર્જની ભાડલા, તેજલ પંચાસરા, વિનીતા એમ જોશી, આર્જવ ત્રિવેદી, સંજય ગલસર, પાર્લે પટેલ અને કરણ ભાનુશાલી મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મનું ગીત “લંડન કે લીંબડી તું તારી મોજમાં” બે અઠવાડિયા પેહલા જ રીલીઝ કરી દેવામાં આવ્યું હતું જે ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક દ્વારા ગાવામાં આવેલ હતું, જેને દર્શકો દ્વારા સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. તેમજ ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો એ જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્મ સ્ત્રીઓની સ્વંત્રતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. જેમાં તેઓ પેહલી વાર ઘર નો ઉંબરો ઓળંગ્યો હોય.

આ પણ ખાસ વાંચો:

ફિલ્મના ટ્રેલરમાં જોઈ શકીએ છીએ કે આ સ્ત્રીઓ પેહલી વાર ઘરની બહાર અને એ પણ લંડનની ટ્રીપમાં જાય છે. જયારે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારે તેના પર લખ્યું હતું, “હજાર માઇલની સફર એક પગલા થી શરૂ થાય છે.” આ સરળ વાક્ય આપણને ઘણું બધું સમજાઈ જાય છે. આ મોશન પોસ્ટર ફિલ્મની પ્રેરણાદાયી સફરને પ્રતિબિંબિત કરે છે અને દર્શકોને એક નવી સફર પર લઈ જવાનું વચન આપે છે.

આ ગુજરાતી ફિલ્મ ઉંબરો 24 જાન્યુઆરી 2025 ના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે. હવે એ જોવાનું રહ્યું કે આ ફિલ્મ દર્શકોના દિલમાં કેટલી જગ્યા બનાવી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments