Stock Market Crash: 1 એપ્રિલ 2025 થી આજે નાણાકીય વર્ષનો પહેલો જ દિવસ છે અને સ્ટોક માર્કેટમાં મોટો કડાકો બોલી ગયો છે. સેન્સેક્સ 1300 પોઈન્ટ ઉપર તુટ્યો. હવે જોવાનું રહ્યું કે આજે કેટલો રીકવર થાય છે.
Stock Market Crash: એમીરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવામાં આવતા ટેરીફની ભીતીમાં ભારતીય સ્ટોક માર્કેટમાં કડાકો બોલ્યો હોય એવું લાગી રહ્યું છે. તેમજ છેલ્લા ઘણા સમયથી માર્કેટ રીટ્રેસ મેન્ટ લીધા વગર ઉપર જઈ રહ્યું હતું તો આ એક રીટ્રેસમેન્ટ પણ હોય શકે અથવા તો થોડું ઘણું પ્રોફિટ બુકિંગ પણ હોય શકે છે.
Stock Market Crash
- નાણાકીય વર્ષના પહેલા જ દિવસે માર્કેટમાં કડાકો
- સેન્સેક્સ 1200 પોઈન્ટ ઉપર તુટ્યો
- નિફ્ટીમાં 350 પોઈન્ટનો કડાકો
- બેંક નિફ્ટીમાં 800 પોઈન્ટનો કડાકો
સ્ટોક માર્કેટમાં આજે રોકાણકારો માટે સારો દિવસ રહ્યો નથી, કારણકે નાણાકીય વર્ષની શરૂઆતમાં જ રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. આ કડાકા બાદ માર્કેટનું ક્લોન્ઝીંગ મહત્વનું રહેશે. સેન્સેક્સ 76084 સુધી નીચે ગયો જયારે નિફ્ટી 23173 સુધી નીચે ગઈ હતી. હવે સેકન્ડ હાલ્ફમાં કેટલું રીકવર કરે છે કે નહિ તે જોવાનું રહ્યું.
આજે બેંક સેક્ટર લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યું છે. લાલ નિશાન સાથે સેન્સેકસ અને નિફ્ટી ટ્રેડ થઈ રહ્યા છે. શ્રીરામ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, ટાઈટન, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ, વિપ્રો, ટેક મહિન્દ્રા અને કોટક મહિન્દ્રા બેંક 0.86-2.13 ટકા સુધી ઘટ્યા છે.
આ પણ ખાસ વાંચો:
માર્કેટમાં મોટા કડાકા વચ્ચે આજે ટેલિકોમ શેર્સમાં નીચા મથાળે ખરીદી વધી છે. ઈન્ડસ ટાવરનો શેર 7.26 ટકા ઉછળ્યો છે. જ્યારે ટીટીએમએલ 6.27 ટકા, તેજસ નેટવર્ક 5.40 ટકા, સુયોગ 5.00 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. ભારતી એરટેલના શેરમાં પણ સુધારો જોવા મળ્યો છે.