સોનમર્ગ ટનલ: પ્રધાનમંત્રી મોદી દ્વારા જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં ઝેડ-મોડ ટનલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

સોનમર્ગ ટનલ

સોનમર્ગ ટનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં Z-મોડ ટનલનું ઉદ્ધાટન કર્યું છે. આ ટનલના ઉદ્ધાટનમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ, એલજી મનોજ સિંહા, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીની કાશ્મીર મુલાકાતના લીધે સુરક્ષાદળોએ ખીણમાં સુરક્ષા વધારી હતી. ટોચના ચાર રસ્તાઓ પર ડઝન ચેકપોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. ટનલનું ઉદ્ધાટન કર્યા બાદ વડાપ્રધાને ટનલનું નિરિક્ષણ કર્યું હતું. ટનલ ક્ષેત્રની નજીક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ Z મોડ ટનલને દરેક હવામાનના હિસાબે બનાવવામાં આવી છે. હવે શિયાળામાં ભારે બરફ વર્ષાના કારણે હાઈવે બંધ થશે નહિ. ટનલ ખુલ્યા બાદ 12 KMની મુસાફરી ઘટીને 6.5 રહી જશે. વાહનો 15 મિનિટમાં જ આ આ અંતર કાપી શકશે. લદાખને દેશના બીજા હિસ્સા સાથે જોડશે. આ ટનલ 2400 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.y

સોનમર્ગ ટનલ: સોનમર્ગમાં ઝેડ-મોડ ટનલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

આ સિવાય જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તમે તમારો મુદ્દો રજૂ કર્યો અને 4 મહિનાની અંદર ચૂંટણીઓ યોજાઈ ગઈ. તમે જમ્મુના લોકોને પોતાની સરકાર પસંદ કરવાની તક આપી. આનો શ્રેય તમને, તમારી ટીમને અને ચૂંટણી પંચને જાય છે.

આ પણ ખાસ વાંચો:

સોમવારે કાર્યક્રમને સંબોધતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “તમે (વડાપ્રધાન મોદી) શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર તમારા કાર્યક્રમ દરમિયાન ત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ વાતો કહી હતી. તમે કહ્યું હતું કે તમે દિલ અને દિલ્હી વચ્ચેનું અંતર દૂર કરવા માટે કામ કરી રહ્યા છો અને આ ખરેખર તમારા કાર્યથી સાબિત થાય છે, 15 દિવસમાં જમ્મુ અને કાશ્મીરમાં આ તમારો બીજો કાર્યક્રમ છે. આ પહેલા તમે જમ્મુને રેલ્વે વિભાગની ભેટ આપી હતી. આજે તમે પોતે સોનમર્ગ આવ્યા છો. આ ટનલનું ઉદ્ઘાટન કરવા આવ્યા છીએ. આ પ્રોજેક્ટ્સ માત્ર હૃદય વચ્ચેનું અંતર જ નહીં, પણ દિલ્હીથી પણ અંતર ઘટાડે છે.

Z-મોડ ટનલનું કામ પૂર્ણ થયા બાદ શ્રીનગર-લેહ માર્ગ આખું વર્ષ ખુલ્લો રહેશે. આ પ્રોજેક્ટ પર કામ મે 2015માં શરૂ થયું હતું. ટનલના બાંધકામનું કામ ગત વર્ષે એટલે કે 2024માં પૂર્ણ થયું હતું.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment