SMC Recruitment 2025: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટીસની 1000 જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેની અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2025 છે.
SMC Recruitment 2025: સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટ્રેડ માટે 1000 એપ્રેન્ટીસ પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. સુરતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ કાળજીપૂર્વક વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
SMC Recruitment 2025 – સુરત મહાનગરપાલિકા ભરતી
સંસ્થા | સુરત મહાનગરપાલિકા |
પોસ્ટ | એપ્રેન્ટીસ |
જગ્યા | 1000 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 3-3-2025 |
ટ્રેડ વાઈઝ માહિતી
ક્રમ | એપ્રેન્ટીસ ટ્રેડ | જગ્યા |
1 | ઈલેક્ટ્રીશન-વાયરમેન | 80 |
2 | ફીટર | 20 |
3 | ડ્રાફ્ટ્સમેન(સિવિલ) | 20 |
4 | સર્વેયર | 20 |
5 | મીકેનીક(મોટર વ્હીકલ) | 5 |
6 | મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ | 5 |
7 | મીકેનીક ડીઝલ | 10 |
8 | હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર | 150 |
9 | કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ સાસીસ્ટન્ટ | 180 |
10 | મેડીકલ લેબ.ટેક.(પેથોલોજી) | 40 |
11 | એકાઉન્ટ આસીસ્ટન્ટ | 160 |
12 | ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટ v2.0 | 180 |
13 | માઈક્રો ફાઈનાન્સ એક્ઝીક્યુટીવ | 120 |
કુલ | 1000 |
સુરત મહાનગરપાલિકા ભરતી 2025
શૈક્ષણિક લાયકાત
- 1 થી 9 ક્રમ માટે આઈ.ટી.આઈ ટ્રેડ પાસ હોવા જોઈએ.
- અન્ય ક્રમ માટે ધોરણ 12 પાસ / બી.કોમ / બી.એ / બી.સી.એ / બી.બી.એ
વય મર્યાદા
- 18 વર્ષથી ઓછી અને 34 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહિ.
સ્ટાઇપેન્ડ
- એપ્રેન્ટીસને ધ એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.
આ પણ ખાસ વાંચો:
- રાજકોટ રાજપથ ભરતી 2025: ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ અન્ય પોસ્ટ પર ભરતી જાહેર
- રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2025: ગુજરાતના વિવિધ શહેરોમાં ભરતી, 25 ફેબ્રુઆરી સુધી કરી શકાશે અરજી
- બેંક ઓફ બરોડા ભરતી 2025: ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સોનેરી તક
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
સુરત મહાનગરપાલિકા ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?
સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ તરીકે અરજી કરતા પહેલા સૌ પ્રથમ દરેક ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી એપ્રેન્ટીસ પ્રોફાઈલની વિગતમાં ફરજિયાત ekYC અપડેટ કરવાનું રહેશે.
ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ પર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી ekYC તથા એપ્રેન્ટીસની પ્રોફાઈલની વિગત અપડેટ કર્યા બાદ જ https://www.suratmunicipal.gov.in/Information/Recruitment ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સુરત મહાનગરપાલિકા ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
સુરત મહાનગરપાલિકા ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2025 છે.
સુરત મહાનગરપાલિકા ભરતી 2025 માટે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?
સુરત મહાનગરપાલિકા ભરતી 2025 માટે ઓફિશ્યલ વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ છે.
SMC Recruitment 2025 PDF File