Saif Ali Khan Attacked: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ઘરમાં ઘૂસીને કોઈ અજાણ્યા સખ્સ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો, સૈફ અલી ખાન હાલ લીલાવતી હોસ્પિટલમાં દાખલ.
Saif Ali Khan Attacked: અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ના બાંદ્રા વેસ્ટ સ્થિત ઘરમાં રાત્રે 2 વાગ્યે ચોરે ઘરમાં ઘુસીને સૈફ અલી ખાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. તેના શરીર પર 2-3 વાર હુમલો થયો છે. અભિનેતા હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે.
Saif Ali Khan Attacked
અભિનેતા સૈફ અલી ખાન પર થયો હુમલો, અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી હથિયારોથી હુમલો કરતા ઘાયલ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં કરાયા દાખલ#SaifAliKhan #mumbaiattack pic.twitter.com/8pXYwjf5Ky
— DD News Gujarati (@DDNewsGujarati) January 16, 2025
આ ઘટના મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. મુંબઈ પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે એક અજાણ્યો વ્યક્તિ રાત્રે સૈફ-કરીનાના ઘરમાં ઘૂસી ગયો અને અભિનેતા પર છરીથી હુમલો કર્યો.
આ પણ ખાસ વાંચો:
પોલીસે જણાવ્યું કે, “ગઈકાલે મોડી રાત્રે એક અજાણ્યો વ્યક્તિ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો અને તેની નોકરાણી સાથે ઝઘડો કરવા લાગ્યો. જ્યારે અભિનેતાએ દરમિયાનગીરી કરીને તે વ્યક્તિને શાંત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે સૈફ અલી ખાન પર હુમલો કરીને તેને ઘાયલ કર્યો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.”
મુંબઈ પોલીસ ડીસીપીએ આ મામલે જણાવ્યું હતું કે અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ઘૂસી ગયો હતો. અભિનેતા અને તે વ્યક્તિ વચ્ચે ઝપાઝપી થઈ હતી. અભિનેતા ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ હુમલામાં સૈફ અલીને ઈજાઓ થઈ છે.
તેની ગરદનના પાછળના ભાગમાં અને ડાબા હાથ પર ઉંડો ઘા વાગ્યો છે. સૈફની ટીમ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે કેટલાક લોકોને ડર હતો કે કોઈ તીક્ષ્ણ વસ્તુ તેની કરોડરજ્જુમાં વાગી હશે. ગઈકાલે રાત્રે 2:30 વાગ્યે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે હાલમાં હોસ્પિટલમાં છે અને તેની સર્જરી ચાલી રહી છે.