પ્રાણી મિત્ર એવોર્ડ: કોર્પોરેટ’ કેટેગરી હેઠળ ભારત સરકાર દ્વારા પ્રાણી કલ્યાણ ક્ષેત્રે અનંત અંબાણીના ‘વનતારા’ એ જીત્યો પ્રતિષ્ઠિત નેશનલ ‘પ્રાણી મિત્ર’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
નેશનલ પ્રાણી મિત્ર એવોર્ડ: અબોલ જીવોની સંભાળ માટે અનંત અંબાણી (Anant Ambani)ના વનતારા (Vantara)ને મળ્યો પ્રતિષ્ઠિત ‘પ્રાણી મિત્ર’ એવોર્ડ (Prani Mitra Award). આ એવોર્ડ ‘કોર્પોરેટ’ કેટેગરી હેઠળ ભારત સરકાર દ્વારા પ્રાણી કલ્યાણ ક્ષેત્રે એનાયત કરાતું સર્વોચ્ચ સન્માન છે. હાથીઓના રેસ્ક્યુ, ઉપચાર અને આજીવન કાળજી રાખવાની સમર્પિત કામગીરી કરી રહેલા વનતારાની સંસ્થા, રાધેક્રિશ્ન ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટના અસાધારણ યોગદાનની આ એવોર્ડ દ્વારા કદર કરવામાં આવી છે.
અનંત અંબાણીના વનતારા એ જીત્યો નેશનલ પ્રાણી મિત્ર એવોર્ડ
ખરેખર આ સન્માનનું મુખ્ય હકદાર વનતારામાં કરવામાં આવતી હાથી સંભાળ કેન્દ્ર છે. વનતારામાં અત્યંત આધુનિક Elephant Care Center (હાથી સંભાળ કેન્દ્ર) છે. અહી 240થી વધુ રેસ્ક્યુ કરાયેલા હાથીની સાર સંભાળ થઇ રહી છે. વનતારાનું આ કેન્દ્ર આ હાથીઓને સૌથી સલામત અને આરામદાયક વાતાવરણ પૂરું પાડે છે.
આ 240થી વધુ હાથીઓમાં સર્કસમાંથી રેસ્ક્યુ કરાયેલા 30 હાથી તેમજ લાકડા કાપવાના ઉદ્યોગમાંથી 100 થી વધુ હાથીઓ અને સવારી અને શેરીમાં ભીખ માંગવા જેવી શોષણકારી પ્રથાઓમાંથી બચાવેલા અન્ય હાથીઓનો સમાવેશ થાય છે. વનતારા ખાતે તેઓને વિશ્વ-સ્તરીય પશુચિકિત્સા ઉપચાર તેમજ લાગણી સાથેની કાળજી પૂરી પાડવામાં આવે છે.
આ પણ ખાસ વાંચો:
- કુંવરબાઈનું મામેરું યોજના: છેલ્લા પાંચ વર્ષમાં 43,000થી વધુ લાભાર્થીઓને સહાય ચુકવવામાં આવી
- Ration Card eKYC: શું તમારે રેશનકાર્ડ KYC કરવું છે? તો આ રહી સરળ રીત
આ ઉપરાંત વનતારાની અંદર ખાસ તૈયાર કરાયેલા 998 એકર જમીનમાં ફેલાયેલા માનવસર્જિત વન વિસ્તારમાં તેઓને એકબીજા સાથે સામાજિક નાતો કેળવવા તેમજ અન્ય રમતિયાળ પ્રવૃત્તિઓમાં જોડાવવા દેવાય છે. અહીં તેઓ વિહાર કરવાની સાથે કાદવ-કીચડમાં મોજમસ્તી કરી શકે છે અને ધૂળિયા ઢગલામાં તેમજ કુદરતી તળાવોમાં સ્નાનનો આનંદ પણ માણી શકે છે.
છેલ્લા પાંચ વર્ષથી સરકારી નિગમો, પીએસયુ, સરકારી સંસ્થાઓ તેમજ સહકારી એકમોને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે તેમના અવિરત યોગદાન બદલ કોર્પોરેટ કેટેગરીમાં પ્રાણી મિત્ર એવોર્ડ અપાય છે. આમાં પ્રાણી કલ્યાણની પહેલો માટે સમર્પિત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ફંડનો પણ સમાવેશ થાય છે.