ONGC મેહસાણા ભરતી 2025: ONGC મહેસાણાએ તાજેતરમાં હોસ્પિટલો/નર્સિંગ હોમ્સ, ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ (પેથોલોજી/રેડિયોલોજી) અને સલાહકારો જેમ કે મહેસાણા સ્થિત વિવિધ વિશેષતા/સુપર સ્પેશિયાલિટીના નિષ્ણાતો/સુપર-સ્પેશિયાલિસ્ટ, દંત ચિકિત્સકો, ફિઝિયોથેરાપિસ્ટ અને મહેસાણા, પાટણ, પાલનપુર, હિંમતનગર, ભુજ અને રાજકોટ સ્થિત હોસ્પિટલોના નવા પેનલમેન્ટ માટે અરજીઓ મંગાવી છે.
ONGC મહેસાણામાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી જોઈએ.
ONGC મેહસાણા ભરતી 2025
સંસ્થા | ONGC મેહસાણા |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | ઉલ્લેખ નથી |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10.02.2025 |
શૈક્ષણિક લાયકાત:
- સ્પેશ્યાલિસ્ટ: ઉમેદવાર MD/MS હોવો જોઈએ અને ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
- સુપર સ્પેશ્યાલિસ્ટ: ઉમેદવાર M.Ch/DM હોવો જોઈએ. ઉમેદવાર પાસે ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
- ડેન્ટલ સ્પેશ્યાલિસ્ટ: MDS પાસ કરેલ હોવો જોઈએ. ઉમેદવાર પાસે ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ
- ડાયગ્નોસ્ટિક સેન્ટર: MD (પેથોલોજી/રેડિયોલોજી) પાસ કરેલ હોવો જોઈએ. ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ
- ફિઝિયોથેરાપી સેન્ટર: B.Sc ફિઝિયોથેરાપી અને ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ
આ પણ ખાસ વાંચો:
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
ONGC મેહસાણા ભરતી 2025 માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?
લાયક અને રસ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે.
દસ્તાવેજોની ફીઝીકલ નકલ શ્રી રવિન્દ્ર પટેલ, રૂમ નં. 18, કોલોની ડિસ્પેન્સરી, ઓએનજીસી કોલોની, પાલવાસણા, મહેસાણા-384003 ને ઉપરોક્ત નિર્ધારિત તારીખની અંદર કાર્યકારી દિવસોમાં ઓફિસ સમય (સવારે 08.30 થી 12.30 અને બપોરે 04.00 થી 07.00) દરમ્યાન સબમિટ / મોકલવાની રહેશે. કોઈપણ પૂછપરછ માટે નીચેના વ્યક્તિઓનો સંપર્ક કરી શકાય છે: ડૉ. અશ્વિની કુમાર દ્વિવેદી ૯૪૭૦૫૯૮૨૩૦ અને શ્રી રવિન્દ્ર પટેલ ૯૪૨૮૦૦૮૧૩૪.
Apply Link: https://forms.gle/5yDSWBQ1PMEgAEA49