MP Salary Hike: લાગી રહ્યું છે કે સાંસદોને પણ મોંઘવારી નડી ગઈ છે. કેન્દ્ર સરકારની સાંસદોને ભેટ, પગાર સાથે ભથ્થાં અને પેન્શનમાં વધારો કરવામાં આવ્યો.
MP Salary Salary Hike: સાંસદોના પગારમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોને મોટી ભેટ આપી છે.
MP Salary Hike – સાંસદોના પગાર – ભથ્થા અને પેન્શનમાં વધારો
- 1 લાખ રૂપિયાથી વધારીને 1.24 લાખ રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો
- જ્યારે દૈનિક ભથ્થું 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું
- પેન્શન પણ વર્તમાન 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું
સરકાર દ્વારા જાહેર કરેલ ગેઝેટ પ્રમાણે કેન્દ્રએ 1 એપ્રિલ, 2023 થી સાંસદોના પગાર, ભથ્થાં અને પેન્શનમાં વધારો કર્યો છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા અને રાજ્યસભાના સભ્યોનો પગાર હાલના 1 લાખ રૂપિયાથી વધારીને 1.24 લાખ રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો છે, જ્યારે દૈનિક ભથ્થું 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, સૂચના અનુસાર, ભૂતપૂર્વ સાંસદોને આપવામાં આવતું પેન્શન પણ વર્તમાન 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. પાંચ વર્ષથી વધુ સેવાના દરેક વર્ષ માટે વધારાનું પેન્શન અગાઉના રૂ. 2,000 થી વધારીને રૂ. 2,500 કરવામાં આવ્યું છે.
આ પણ ખાસ વાંચો:
આ ઉપરાંત, સાંસદોને ફોન અને ઇન્ટરનેટના ઉપયોગ માટે વાર્ષિક ભથ્થું પણ મળે છે. તેઓ પોતાના અને તેમના પરિવાર માટે દર વર્ષે 34 મફત સ્થાનિક ફ્લાઇટ્સ અને વ્યાવસાયિક અને વ્યક્તિગત ઉપયોગ માટે કોઈપણ સમયે ફર્સ્ટ-ક્લાસ ટ્રેન મુસાફરીનો આનંદ માણે છે. તેઓ રસ્તાનો ઉપયોગ કરવા બદલ માઇલેજ ભથ્થું પણ મેળવી શકે છે. સાંસદોને વાર્ષિક ૫૦,૦૦૦ યુનિટ વીજળી અને ૪,૦૦૦ કિલોલીટર પાણીની મફત સુવિધા પણ મળે છે.
સરકાર તેમના રહેઠાણ અને રહેવાની વ્યવસ્થાનું પણ ધ્યાન રાખે છે. તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન, સાંસદોને નવી દિલ્હીમાં ભાડામુક્ત રહેઠાણ પૂરું પાડવામાં આવે છે. તેઓ તેમની વરિષ્ઠતાના આધારે હોસ્ટેલ રૂમ, એપાર્ટમેન્ટ અથવા બંગલા મેળવી શકે છે. જે વ્યક્તિઓ સત્તાવાર રહેઠાણનો ઉપયોગ કરવા માંગતા નથી તેઓ માસિક આવાસ ભથ્થું મેળવવા માટે પાત્ર છે.