મહાકુંભ 2025: પ્રયાગરાજમાં આજથી મહાકુંભ 2025 ની શરૂઆત

મહાકુંભ 2025

મહાકુંભ 2025: વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક મેળાવડો એટલે “મહાકુંભ 2025” (Mahakumbh 2025) ની પ્રયાગરાજમાં પોષ પૂર્ણિમાના પહેલા શાહી સ્નાનથી શરૂઆત થઇ ચુકી છે.

મહાકુંભ 2025: પહેલા દિવસે ભક્તોનું ઘોડાપૂર, અંદાજીત 60 લાખ શ્રદ્ધાળુઓનું શાહી સ્નાન. આજે પૌષી પૂર્ણિમા પર સ્નાન સાથે ભવ્ય દિવ્ય મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી રહ્યા છે. પોષ પૂર્ણિમા પર્વ પર એક કરોડથી વધુ લોકો સ્નાન કરે તેવો અંદાજ છે. બ્રહ્મમુહૂર્તથી જ શ્રદ્ધાળુઓએ ત્રિવેણીની પાવન જળધારામાં આસ્થાની ડુબકી લગાવવાની શરૂ કરી દીધી. આખો દિવસ સંગમ તટના વિવિઘ ઘાટો પર સ્નાન ચાલશે.

Mahakumbh 2025: પ્રયાગરાજમાં આજથી મહાકુંભ 2025 ની શરૂઆત

પૌષી પૂર્ણિમા પર સ્નાન સાથે ભવ્ય દિવ્ય મહાકુંભ 2025 ની શરૂઆત થઈ

આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપનારા યાત્રાળુઓ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મહાકુંભમાં ભાગ લેવા માટે લોકો મોટી સંખ્યામાં શહેરમાં આવવા લાગ્યા છે. સંસ્કૃતિ મંત્રાલયે પ્રયાગરાજમાં કલાગ્રામ બનાવ્યું છે જે દેશની જીવંત સંસ્કૃતિનું પ્રદર્શન કરશે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આજે સાંજે કલાગ્રામનું ઉદ્ઘાટન કરશે.

આ પણ ખાસ વાંચો:

મહાકુંભ-2025, સનાતન ગૌરવનું પ્રતીક પ્રયાગરાજ “, આજે તેના દિવ્ય, ભવ્ય અને ગૌરવશાળી ઇતિહાસની ઉજવણી કરી રહ્યું છે.” અને ડિજિટલ ફોર્મેટમાં, તે વિશ્વને ‘નવું ભારત’ બતાવી રહ્યું છે.

દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં સ્વરૂપ રાણી નહેરુ હોસ્પિટલમાં નંદી સેવા સંસ્થાન દ્વારા સંચાલિત ‘મા કી રસોઈ’નું ઉદ્ઘાટન કર્યું. સીએમ યોગીએ સંસ્થા દ્વારા આર્થિક રીતે નબળા લોકો માટે શરૂ કરાયેલી આ સેવા પર ખુશી વ્યક્ત કરી અને ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ સુવિધાઓની પ્રશંસા કરી. તેમણે થાળી પણ પીરસી અને ‘મા કી રસોઈ’ ના રસોડાનું નિરીક્ષણ કર્યું.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment