JP Duminy Divorce: ક્રિકેટરના છુટાછેડાના લીસ્ટમાં એક વધુ નામ ઉમેરાયું છે. દક્ષીણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી જેપી ડુમિની લગ્નના 14 વર્ષ બાદ પત્નીથી થયો અલગ.
JP Duminy Divorce: દક્ષીણ આફ્રિકા (South Africa)ના પૂર્વ ખેલાડી જેપી ડુમિની સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર જેપી ડુમિનીએ છૂટાછેડા લઇ લીધા છે. જેપી ડુમિનીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ અંગે જાણકારી આપી હતી.
JP Duminy Divorce
ડુમિની અને તેની પત્ની સુ (Sue) વચ્ચેના સંબંધો ઘણાં સમયથી વણસી ગયા હતા. ડુમિની અને સુના લગ્ન થયાના 14 વર્ષ થઇ ગયા હતા. ડુમિનીની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તે ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)માં પણ રમી ચૂક્યો છે. હાલમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટના 2 ખેલાડી વીરેન્દ્ર સહવાગ અને યુઝવેન્દ્ર ચહલના છુટાછેડાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ બંન્નેમાંથી કોઈએ ઓફિશિયલ જાહેરાત કરી નથી.
જેપી ડુમિનીએ સોમવારે 17 જાન્યુઆરીના રોજ તેના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. લગ્નના 14 વર્ષ બાદ પત્નીથી અલગ થઈ રહ્યો છે. ડુમિની અને સુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છૂટાછેડાની પુષ્ટિ કરી હતી.
આ પણ ખાસ વાંચો:
ડુમીનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં ડુમિની અને સુનું નિવેદન છે. જેમાં લખ્યું છે ખુબ વિચાર્યા બાદ પછી અમે અલગ થવાનો નિર્ણય લીધો છે.અમે ભાગ્યશાળી હતા કે, અમે લગ્ન દરમિયાન અનેક યાદગાળ પળ સાથે વિતાવ્યા છે. તેમજ અમને 2 સુંદર બાળકીઓના આશીર્વાદ મળ્યા છે. અમે પ્રાઈવસીની માંગ કરીએ છીએ.