HomeBusinessJio Deals With SpaceX: Airtel બાદ Reliance JIO એ SpaceX સાથે હાથ...

Jio Deals With SpaceX: Airtel બાદ Reliance JIO એ SpaceX સાથે હાથ મિલાવ્યો

Jio Deals With SpaceX: ભારતમાં ડીજીટલ કનેક્ટિવિટીને હાઈ સ્પીડ તેમજ વધુ મજબુત બનાવા Jio એ એલન મસ્કની કંપની Starlink SpaceX સાથે પાર્ટનરશીપ કરી.

Jio Deals With SpaceX: આ અગાઉ એક દિવસ પહેલાજ Airtel દ્વરા Starlink સાથે કારર કરીને સૌને ચોકાવી દીધા હતા. જિયો તેના રિટેલ આઉટલેટ્સ તેમજ ઓનલાઈન સ્ટોરફ્રન્ટ્સ દ્વારા સ્ટારલિંક સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવશે. જિયો તેના રિટેલ આઉટલેટ્સમાં સ્ટારલિંક સાધનો ઓફર કરશે અને ગ્રાહક સેવા ઇન્સ્ટોલેશન અને સક્રિયકરણને ટેકો આપવા માટે એક પદ્ધતિ સ્થાપિત કરશે.

Jio Deals With SpaceX

  • JIO સ્ટારલિંકની બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા આપશે
  • એરટેલ બાદ JIOની પણ StarLink સાથે ડીલ
  • દેશના છેવાડાના ક્ષેત્રોમાં બ્રોડબેન્ડ સેવા મળશે

સેટેલાઇટ સેવાઓ માટે સ્પેક્ટ્રમ ફાળવણી અંગે બંને કંપનીઓ વચ્ચે અગાઉ થયેલા સંઘર્ષ પછી આ સહયોગ આવ્યો છે. જ્યારે જિયોએ હરાજી માટે દબાણ કર્યું હતું, ત્યારે ભારત સરકારે વૈશ્વિક પ્રથાઓ અનુસાર વહીવટી ફાળવણી માટે મસ્કની પસંદગીનો પક્ષ લીધો હતો.

હવે આ સેવા ત્યારે શક્ય બની શકે છે કે જયારે ભારત સરકાર દ્વારા એલન મસ્કની કંપની સ્ટારલિંક SpaceX ને ભારતમાં કામ કરવાની મંજુરી આપે. આવીજ ડીલ એરટેલ દ્વારા એક દિવસ પહલજ કરવામાં આવી છે અને હવે રિલાયન્સ જીઓએ પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને અંતરિયાળ ગામોમાં ઈન્ટરનેટ પહોચાડવામાં મદદ મળશે.

આ પણ ખાસ વાંચો:

આમ જોવા જઈએ તો હવે બે ટેલીકોમ જાયન્ટસ હવે ફક્ત પરંપરાગત બ્રોડબેન્ડ સેવામાં જ નહિ પરંતુ સેટેલાઈટ ઈન્ટરનેટ સેવામાં પણ સ્પર્ધા કરવા તૈયાર છે.

આ ડીલ થયા બાદ SpaceX ના પ્રમુખ અને ચીફ ઓપરેટીંગ ઓફિસર ગ્વિન શોટવેલે જણાવ્યું હતું કે અમે JIO સાથે કામ કરવા અને ભારત સરકાર તરફથી વધુ લોકો, સંગઠનો અને વ્યવસાયોને સ્ટારલિંકની હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવાઓની એક્સેસ પ્રદાન કરવા માટે અધિકૃતતા મેળવવા માટે આતુર છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments