IPL 2025 Schedule: આઈપીએલ 2025 કાર્યક્રમ જાહેર, ઓપનિંગ મેચ 22 માર્ચે રમાશે. IPL 2025 ની ફાઈનલ મેચ 25 મેના રોજ રમાશે. જાણો તમામ મેચની માહિતી અહીંથી.
IPL 2025 Schedule: BCCI દ્વારા આજે IPL 2025 Schedule જાહેર કરી દીધુ છે. આઈપીએલ 2025 ની પ્રથમ મેચ કોલકતાના એતિહાસિક ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટરાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. તેમજ ફાઈનલ મેચ 25 મેના રોજ રમાશે.
IPL 2025 Schedule – આઈપીએલ 2025 કાર્યક્રમ
IPL 2025 ની સિઝનમાં કુલ 10 ટીમો ભાગ લઇ રહી છે, જે આ મુજબ છે. ગુજરાત ટાઈટન્સ (GT), દિલ્હી કેપિટલ (DC), ચેન્નાઈ સુપરકિંગ (CSK), મુંબઈ ઇન્ડિયન્સ (MI), સનરાઈઝ હેદ્રાબાદ (SRH), રાજસ્થાન રોયલ (RR), રોયલ ચેલેન્જર બેંગ્લોર (RCB), કોલકતા નાઈટ રાઈડર્સ (KKR), લખનવ સુપર જાયન્ટ્સ (LSG), પંજાબ કિંગ્સ (PBKS).
IPL 2025 અમદાવાદમાં કઈ તારીખે મેચ યોજાશે?
25 માર્ચ – ગુજરાત ટાઇટન્સ વિ પંજાબ કિંગ્સ, સાંજે 7.30 કલાકે
29 માર્ચ – ગુજરાત ટાઇટન્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ, સાંજે 7.30 કલાકે
9 એપ્રિલ- ગુજરાત ટાઇટન્સ વિ રાજસ્થાન રોયલ્સ, સાંજે 7.30 કલાકે
19 એપ્રિલ- ગુજરાત ટાઇટન્સ વિ દિલ્હી કેપિટલ્સ, બપોરે 3.30 કલાકે
2 મે- ગુજરાત ટાઇટન્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7.30 કલાકે
14 મે- ગુજરાત ટાઇટન્સ વિ લખનઉ સુપર જાયન્ટ્સ, સાંજે 7.30 કલાકે
18 મે – ગુજરાત ટાઇટન્સ વિ ચેન્નાઇ સુપર કિંગ્સ, સાંજે 7.30 કલાકે
IPL 2025 નોકઆઉટ મેચ કઈ તારીખે છે?
20 મે – ક્વોલિફાયર-1
21 મે – એલિમિનેટર
23 મે – ક્વોલિફાયર-2
25 મે – ફાઈનલ
આ સિઝનમાં તમામ ટીમો નવા રંગરૂપમં જોવા મળશે. ઋષભ પંત હવે દિલ્હીની જગ્યાએ લખનઉ સુપરજાયન્ટ્સની કેપ્ટનશીપ કરશે, તો કેકેઆરનો કેપ્ટન રહી ચૂકેલો શ્રેયસ અય્યર હવે પંજાબ કિંગ્સનો નવો કેપ્ટન બની ચૂક્યો છે.
આ પણ ખાસ વાંચો:
- Parvat Official Trailer: ગુજરાતી ફિલ્મ પર્વત બાપ દીકરીના સંબંધની એક એવી વાર્તા જે તમારા હૃદયને સ્પર્શી જશે
- ગુજરાત પોલીસ ભરતી અપડેટ: પોલીસ વિભાગમાં 25 હજારથી વધુ જગ્યા ખાલી, બીજા તબ્બકામાં 14 હજારથી વધુની ભરતી કરાશે
ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટક્કર 23 માર્ચે ચેન્નાઈમાં થશે. પંજાબ કિંગ્સની ચાર મેચ મુલ્લાંપુર અને ત્રણ મેચ ધર્મશાળામાં રમાશે. 20 મેના રોજ ક્વોલિફાયર-1 અને 21 મેના રોજ એલિમિનેટર-2 હૈદરાબાદમાં રમાશે. 23 મેના રોજ ક્વોલિફાયર-2 અને 25 મેના રોજ ફાઈનલ મેચ કોલકાતામાં રમાશે.