આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 નો પ્રારંભ

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 નો પ્રારંભ કરાવ્યો છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025: ઉત્તરાયણના પર્વ માટે દેશવિદેશથી પતંગ રસિયાઓ ઉત્તરાયણ મનાવવા ગુજરાત આવે છે. જેમાં 47 દેશોના પતંગબાજો પોતાનો જલ્વો બતાવતા જોવા મળશે.

ઉતરાયણના તહેવારની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાતની ઉત્તરાયણને એક વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે આમંત્રિત કરવા માટે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.

જેને અનુરૂપ ચાલુ વર્ષે પણ તારીખ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. જે થકી આજે શનિવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પતંગ મહોત્સવને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને લઈને સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયારીને આખરી ઓપ આપવામાં આપી દેવાયો છે. સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને કલાકારો દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્દઘાટન પ્રસંગના મુખ્ય આકર્ષણો આ મુજબના રહેશે. ઉદ્દઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ થશે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજીત કરવામાં આવી છે. આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે.

આ પણ ખાસ વાંચો:

આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. 12 જાન્યુઆરીના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment