HomeSportsCricketIndia Vs England 3rd T20 Live Streaming: રાજકોટમાં ભારત Vs ઇંગ્લેન્ડ રમશે...

India Vs England 3rd T20 Live Streaming: રાજકોટમાં ભારત Vs ઇંગ્લેન્ડ રમશે ત્રીજી મેચ જાણો ક્યારે અને કઈ રીતે જોઈ શકશો લાઇવ સ્ટ્રીમીંગ

India Vs England 3rd T20 Live Streaming: આજે રાજકોટ ખાતે ભારત Vs ઇંગ્લેન્ડ ત્રીજી T20 મેચ યોજાશે. ભારત ઇંગ્લેન્ડ સામે જીતની હેટ્રિક ફટકારવા તૈયાર.

India Vs England 3rd T20 Live Streaming: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની ત્રીજી મેચ 28 જાન્યુઆરી, મંગળવારના રોજ રાજકોટમાં રમાશે. ત્યારે ચાલો આપણે જાણી લઈએ કે ભારતમાં આ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકાશે.

India Vs England 3rd T20 Live Streaming: જાણો ક્યારે અને કઈ રીતે જોઈ શકશો લાઇવ સ્ટ્રીમીંગ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણી રમાઈ રહી છે, જેમાં ભારતીય ટીમ પ્રથમ બે મેચ જીતી ચુકી છે અને હવે તેની નજર સતત ત્રીજી મેચ જીતીને આ સીરીઝ પર અજય લીડ મેળવવા પર નજર છે. તેમજ સામે ઇંગ્લેન્ડ પોતાને આ શ્રેણીમાં રેહવા માટે આ મેચ જીતવા પર પોતાનું બળ લગાડી રહી છે.

આ પણ ખાસ વાંચો:

ચેન્નાઈમાં રમાયેલી છેલ્લી T20 મેચમાં ઇંગ્લેન્ડની ટીમ દ્વારા ભારતને સખત લડત આપી હતી, પરંતુ તિલક વર્માની આક્રમક ઇનિંગ્સના આધારે, ભારત તે મેચ 2 વિકેટથી જીતવામાં સફળ રહ્યું હતું. આવી સ્થિતિમાં, ભારતીય ટીમ રાજકોટમાં જીત મેળવીને શ્રેણી કબજે કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

રાજકોટમાં નિરંજન શાહ સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે મદદરૂપ રહી છે, પરંતુ આ મેદાન પર રનનો પીછો કરવો થોડો મુશ્કેલ હોઈ શકે છે કારણ કે સમય જતાં પરિસ્થિતિઓ થોડી મુશ્કેલ બની જાય છે. સપાટ પીચ પર શરૂઆતમાં બેટ્સમેનોને મદદ મળે છે, પરંતુ પછીથી પીચનો રંગ બદલાવા લાગે છે. આવી સ્થિતિમાં, બંને ટીમો માટે અહીં ટોસ જીતવો મહત્વપૂર્ણ રહેશે, ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ ક્યારે છે?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની ત્રીજી મેચ 28 જાન્યુઆરી, મંગળવારના રોજ રમાશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ ક્યાં રમાવાની છે.

T20 સિરીઝની ત્રીજી મેચ 28 જાન્યુઆરી, મંગળવારના રોજ રાજકોટ ના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ કેટલા વાગ્યે રમાશે?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. તેનો ટોસ અડધો કલાક વહેલો એટલે કે સાંજે 6:30 વાગ્યે થશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ LIVE કઈ રીતે જોઈ શકાશે?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ પર લાઇવ જોઈ શકાશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ LIVE મોબાઈલમાં કઈ રીતે જોઈ શકાશે?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર એપ પર કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments