India Post GDS Recruitment 2025: ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત તેમજ વિવિધ સર્કલ માટે 21,413 ગ્રામીણ ડાક સેવક ( Gujarat GDS) જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી.
India Post GDS Recruitment 2025: પરીક્ષા વગર સીધી ભરતી, ધોરણ 10 પાસ તેમજ 12 પાસ ઉમેદવાર માટે સોનેરી તક છે. હાલ ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સર્કલ માટે કુલ 1,413 ગ્રામીણ ડાક સેવક ( Gujarat GDS Recruitment 2025) એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) / સહાયક શાખા પોસ્ટમાસ્ટર (ABPM) / ડાક સેવક ની ખાલી જગ્યાઓ ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
India Post GDS Recruitment 2025 – ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2025
સંસ્થાનું નામ | ઈન્ડિયા પોસ્ટ |
પોસ્ટનું નામ | ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)/ડાક સેવક |
વેકેન્સી | 21,413 (ગુજરાતમાં 1203) |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ઓનલાઈન અરજીની શરૂ થવાની તારીખ | 10 ફેબ્રુઆરી 2025 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 3 માર્ચ 2025 |
ગ્રામીણ ડાક સેવક શૈક્ષણિક લાયકાત
- ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2025 માટે ઉમેદવારો પાસે ભારતમાં સરકાર / રાજ્ય સરકાર / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કોઈપણ માન્ય શાળા શિક્ષણ બોર્ડ દ્વારા ગણિત અને અંગ્રેજીમાં પાસિંગ માર્ક્સ સાથે 10 માં ધોરણની માધ્યમિક શાળા પરીક્ષા પાસ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
ગ્રામીણ ડાક સેવક વય મર્યાદા
- ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2025 માટે અરજી કરનાર ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ.
ગ્રામીણ ડાક સેવક ભરતી પગાર ધોરણ
ગ્રામીણ ડાક સેવક માટે પસંદ થયેલા ઉમેદવારોમાં પોસ્ટમાસ્ટર (BPM)માં 12,000 થી 29,380 રૂપિયા સુધી. જ્યારે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) અને ડાક સેવકને રૂપિયા 10,000 થી 24,470 સુધી મળશે.
ગ્રામીણ ડાક સેવક અરજી ફી
- સામાન્ય વર્ગ માટે અરજી ફી 100 રૂપિયા છે. જ્યારે મહિલાઓ, એસસી/એસટી, પીડબ્લ્યુડી અને ટ્રાન્સવુમન ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. ઉમેદવારોએ ક્રેડિટ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા યુપીઆઈ દ્વારા ઓનલાઇન અરજી ફી ચૂકવવાની રહેશે.
ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2025
આ પણ ખાસ વાંચો:
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને જરૂરી લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
ગ્રામીણ ડાક સેવક ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?
ઈન્ડિયા પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઈટ www.indiapostgdsonline.gov.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગ્રામીણ ડાક સેવક ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
ગ્રામીણ ડાક સેવક ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2025 છે.
ગ્રામીણ ડાક સેવક ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા કઈ રીતે છે?
ઇન્ડિયા પોસ્ટ જીડીએસ 2025ની પસંદગી પ્રક્રિયામાં મેરિટ લિસ્ટ માન્યતા પ્રાપ્ત બોર્ડની 10 માં ધોરણની માધ્યમિક શાળાની પરીક્ષામાં મેળવેલા ગુણ /ગ્રેડ/ ગુણને ગુણમાં રૂપાંતરિત કરવાના આધારે 4 દશાંશની ચોકસાઈ સાથે ટકાવારીમાં તૈયાર કરવામાં આવશે. આ પછી જીડીએસ ઓનલાઇન પોર્ટલ પર એપોઇન્ટમેન્ટ માટે પસંદ કરાયેલા અરજદારોની સૂચિ જાહેર કરવામાં આવશે.