IND Vs ENG: BCCI દ્વારા ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ મેચની T20I શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં 14 મહિના બાદ શમીની વાપસી થઇ છે.
IND Vs ENG: ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ મેચની T20I શ્રેણી માટે સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે અને અક્ષર પટેલને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
લગભગ 14 મહિના પછી મોહમ્મદ શમી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. વર્ષ 2023ના વર્લ્ડકપ પછી શમીની સર્જરી થઈ હતી. શમી તેના ડાબા ઘૂંટણમાં સોજાને કારણે તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ રમી શક્યો ન હતો. પસંદગીકારોએ આ T20 સીરિઝ માટે બીજા વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલની પસંદગી કરી છે. જ્યારે સંજુ સેમસન પહેલી પસંદગીના વિકેટકીપર તરીકે ટીમનો ભાગ રહેશે.
IND Vs ENG: ઇંગ્લેન્ડ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમ
A look at the Suryakumar Yadav-led squad for the T20I series against England 🙌#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/nrEs1uWRos
— BCCI (@BCCI) January 11, 2025
IND Vs ENG: India’s Team For England Tour Of India
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).
આ પણ ખાસ વાંચો:
- આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 નો પ્રારંભ
- યોગાસન સ્પર્ધા 2025: ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા 2025 નું આયોજન, જાણો કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું
ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ મેચની T20I શ્રેણીની શરૂઆત 22 જાન્યુઆરીથી થઇ રહી છે. જેની તારીખ અને સ્થળ આ મુજબ છે.
- ટી20 સીરીઝની પ્રથમ મેચ 22 જાન્યુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે.
- બીજી મેચ 25 જાન્યુઆરીએ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
- સીરીઝની ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.
- ચોથી T20 31 જાન્યુઆરીએ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.
- પાંચમી T20 2 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
- તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 6:30 કલાકે થશે.