India Vs Bangladesh Live Cricket Score: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બીજી મેચ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
India Vs Bangladesh Live Cricket Score: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) માં આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો, બપોરે 2.30 વાગ્યે શરૂ થશે મેચ. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની યજમાનીમાં યોજાઈ રહી છે, પરંતુ ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ ન હતી અને તેના કારણે આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પર રમાઈ રહી છે. ભારતના ગ્રુપમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો શામેલ છે, જે ભારત સામે સ્પર્ધા કરવા માટે દુબઈ પહોંચશે.
India Vs Bangladesh Live Cricket Score – ભારત Vs બાંગ્લાદેશ
ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરશે. જ્યારે બાંગ્લાદેશનું નેતૃત્વ નઝમુલ હુસૈન શાંતો કરશે. ભારતનો બાંગ્લાદેશ સામે વનડે ક્રિકેટમાં ખૂબ જ સારો રેકોર્ડ છે. અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે 41 ODI મેચ રમાઈ છે, જેમાંથી ભારત 32 વખત જીત્યું છે, જ્યારે બાંગ્લાદેશ 8 મેચમાં સફળ રહ્યું છે. એક મેચ પરિણામ વિના સમાપ્ત થઈ હતી. બંને વચ્ચે છેલ્લી ODI મેચ 19 ઓક્ટોબર 2023 ના રોજ પુણેમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 7 વિકેટથી જીત મેળવી હતી.
જોકે, તાજેતરના પ્રદર્શનને જોતાં, બાંગ્લાદેશે ભારતને કઠિન લડત આપી છે. છેલ્લી 5 ODI મેચોમાંથી ભારતીય ટીમ ફક્ત 2 મેચ જીતી શકી છે, જ્યારે બાંગ્લાદેશે 3 મેચ જીતી છે. બંને ટીમ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બે વાર આમને-સામને આવી છે અને બંને વખત ભારતીય ટીમ વિજેતા રહી છે.
આ પણ ખાસ વાંચો:
- Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી લાઇવ જોવી હોય તો પેહલા જાણીલો JioHotstar સબસ્ક્રિપ્શન પ્લાન
- Champions Trophy Live Streaming: જાણો ક્યાં, કેવી રીતે જોઈ શકશો ચેમ્પિયન્સ ટ્રોફી લાઇવ પ્રસારણ
- IPL 2025 Schedule: IPL 2025 કાર્યક્રમ જાહેર, ફાઈનલ મેચ 25 મેના રોજ રમાશે
આ મેદાન પર બંને વચ્ચે છેલ્લી મેચ સપ્ટેમ્બર 2018 માં રમાઈ હતી. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં તાજેતરમાં ઈન્ટરનેશનલ લીગ T20 નું આયોજન થયું હતું, તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પીચ સ્પિનરોને મદદ કરી શકે છે. ભારતીય ટીમે પોતાની ટીમમાં પાંચ સ્પિન બોલરોનો સમાવેશ કર્યો છે, જે સ્પષ્ટ કરે છે કે ટીમ આ પીચની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિ તૈયાર કરી રહી છે.
સંભવિત ભારતીય ટીમ (India Playing XI)
ભારતીય ટીમ: રોહિત શર્મા (c), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.
સંભવિત બાંગ્લાદેશ ટીમ (Bangladesh Playing XI)
બાંગ્લાદેશ ટીમ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્ય સરકાર, તનઝીદ હસન, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, જાકર અલી અનિક, મહેદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કિન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, નાહિદ રાણા.