IND Vs AUS 4th Test Day 2: ભારતીય ટીમની પ્રથમ ઈનિંગમાં ખરાબ શરૂઆત, ફોલોઓનનું સંકટ યથાવત

IND Vs AUS 4th Test

IND Vs AUS 4th Test Day 2: બોક્સિંગ ડે ટેસ્ટ મેચ મેલબોર્ન ખાતે રમાઈ રહી છે જેમાં આજે ભારતીય ટીમની ખરાબ સારૂઆત, આ મેચમાં પણ ફોલોઓનનું સંકટ યથાવત.

IND Vs AUS 4th Test Day 2: ઓસ્ટ્રેલીયા ટીમ દ્વારા પ્રથમ ઇનિંગમાં 474 રન બનાવ્યા છે. જેમાં સ્ટીવ સ્મિથ દ્વારા 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી તેને પોતાની 34મી ટેસ્ટ સદી પૂરી કરી હતી. સ્ટીવ સ્મિથે 140 રન બનાવ્યા હતા. તેમજ ભારત સામે સૌથી વધુ ટેસ્ટ સદી બનવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

આ સિવાય ઓસ્ટ્રેલીયા તરફથી પહેલી મેચ રમી રહેલો સેમ કોન્સ્ટાસે 65 બોલમાં 60 રન બનાવ્યા હતા, તેમજ ઉસ્માન ખ્વાજાએ પણ 121 બોલમાં 57 રન બનાવ્યા હતા. ત્રીજા નંબરે રમવા ઉતરેલા માર્નુસ લાબુસેને પણ 145 બોલમાં 72 રન બનાવ્યા હતા.

IND Vs AUS 4th Test Day 2

આખી સીરીઝમાં ભારતીય ટીમ માટે સરદર્દ બની રહેલો ટ્રેવીસ હેડને બુમરાહ દ્વારા ક્લીન બોલ્ડ કરવામાં આવ્યો હતો અને પોતાનું ખાતું પણ ખોલવી સક્યો ન હતો. ત્યારબાદ સ્ટીવ સ્મિથે નીચલા ક્રમના બેસ્ટમેન સાથે મળીને 474 રન બનાવામાં સફળ થયા હતા. જેમાં પેટ કમીન્સે પણ 49 રનનું યોગદાન આપ્યું હતું.

ભરતીય બોલરમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન બુમરાહનું રહ્યું હતું જેને 4 વિકેટ મેળવી હતી. તેમજ રવીન્દ્ર જાડેજાએ પણ 3 વિકેટ મેળવી હતી અને આકાશ દીપ ને પણ બે વિકેટ મેળવી હતી અને વોશિંગ્ટન સુન્દરને એક વિકેટ મળી હતી.

આ પણ ખાસ વાંચો:

ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી, આ વખતે જયસ્વાલ સાથે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઓપનીગ કરવા ઉતર્યો હતો જે 3 રનના સ્કોર પર પેટ કમીન્સનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ત્રીજા નંબર પર કે એલ રાહુલ ઉતર્યો હતો જેને જયસ્વાલ સાથે ભારતીય ટીમનો સ્કોર આગળ વધારવાનો સારો પ્રયાસ કર્યો હતો પરંતુ પેટ કમીન્સના સારા બોલ પર તે ક્લીન બોલ્ડ થયો હતો. કે એલ રાહુલે 42 બોલમાં 24 રન બનાવ્યા હતા.

ત્યારબાદ વિરાટ કોહલી મેદાનમાં ઉતર્યો હતો જેને જયસ્વાલ સાથે મળીને 100 રનની ભાગીદારી નોંધાવી હતી, જે સમયે ભારત એક મજબુત સ્થિતિમાં દેખાઈ રહ્યું હતું ત્યારે જયસ્વાલ રન આઉટ થયો જેને 118 બોલમાં 82 રન બનાવ્યા હતા ત્યારબાદ નાઈટ વોચમેન તરીકે આકાશ દીપ બેટિંગ કરવા ઉતાર્યો હતો ત્યારે કોહલીને સ્કોટ બોલેંડ દ્વારા આઉટ કરવામાં આવ્યો વિરાટ કોહલીએ 86 બોલમાં 36 રન બનાવ્યા હતા.

બીજા દિવસની રમતના અંતે ભારતે 164 રનમાં 5 વિકેટ ગુમાવી છે. અને ક્રીઝ પર રિષભ પંત અને રવીન્દ્ર જાડેઝા છે. આ બંને ખેલાડી પર ફોલોઓનથી બચાવવા માટેની જવાબદારી છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment