HomeBusinessIncome Tax Slabs 2025: જાણો લેટેસ્ટ ઇન્કમ ટેક્સ સ્લેબ 2025

Income Tax Slabs 2025: જાણો લેટેસ્ટ ઇન્કમ ટેક્સ સ્લેબ 2025

Income Tax Slabs 2025: જાણો લેટેસ્ટ ઇન્કમ ટેક્સ સ્લેબ 2025, નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ 2025 રજુ કરી દીધુ છે. આ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.

Income Tax Slabs 2025: બજેટ 2025 ની સૌથી મોટી જાહેરાત સામાન્ય જનતા માટે અને ખાસ કરીને પગારદાર કર્મચારીને મોટી રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે ટેક્સ સ્લેબ 2025 માં ફેરફાર કર્યો છે. હવેથી 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહિ.

આમ જોવા જઈએ તો બજેટ 2025 માં સામાન્ય જનતા તેમજ ખેડૂતો માટે ઘણી રાહત આપવામાં આવી છે. આ બજેટ ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગને મદદરૂપ થાય તેવી આશા છે. આ બજેટ રોજગારીની તકો પૂરી પાડતું બજેટ કહીતો નવાઈ નહિ.

Income Tax Slabs 2025: ઇન્કમ ટેક્સ સ્લેબ 2025

આવક(રૂ.માં)જૂનો ટેક્સ સ્લેબ (%માં)આવક (રૂ.માં)નવો ટેક્સ સ્લેબ (%માં)
3 લાખ 00-4 લાખNIL
3-7 લાખ54-8 લાખ5
7-10 લાખ108-12 લાખ10
10-12 લાખ1512 લાખ સુધી0
12-15 લાખ2012-16 લાખ15
15 લાખથી વધુ3016-20 લાખ25
20-24 લાખ25
24 લાખથી વધુ30

જો આપણે નવા ટેક્સ સ્લેબ 2025 ની વાત કરીએ તો નવી ટેક્સ રીજિમમાં તમારી આવક 12 લાખ રૂપિયા સુધીની છે, તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહિ. અને તેમાં પણ પગારદારોને રૂપિયા 75000 પેટે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે, તેથી તેઓ 1275000 સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નવા ટેક્સ સ્લેબમાં 12થી 15 લાખ સુધીની આવક પર 15 ટકા ટેક્સ, 15 લાખથી 20 લાખ સુધીની આવક પર 20 ટકા અને 20 લાખથી 25 લાખ સુધીની આવક પર 25 ટકા, 25 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

આ પણ ખાસ વાંચો:

આ અંતર્ગત, 3 લાખ રૂપિયા સુધીની આવકને સંપૂર્ણપણે કરમુક્તિ આપવામાં આવી હતી. આ પછી, 3 થી 7 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ લાદવામાં આવ્યો, જ્યારે 7 થી 10 લાખ રૂપિયાની આવક પર ફક્ત 10% ટેક્સ રાખવામાં આવ્યો. 10 થી 12 લાખ રૂપિયા પર 15% ટેક્સ અને 12 થી 15 લાખ રૂપિયા પર 20% ટેક્સ રાખવામાં આવ્યો હતો. 15 લાખ રૂપિયાથી વધુની આવક પર આવકવેરો 30 ટકા થઈ ગયો છે.

આ સાથે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા નવા આવકવેરા બિલની પણ જાહેરાત કરવામાં આવી. તેમણે કહ્યું કે નવું આવકવેરા બિલ આવતા અઠવાડિયે લાવવામાં આવશે. તેમણે કહ્યું કે વીમા ક્ષેત્ર માટે FDI મર્યાદા વધારવામાં આવશે. સરકારે 7 ટેરિફ દરો દૂર કરવાનો નિર્ણય લીધો છે. ફક્ત 8 ટેરિફ દરો જ રહેશે. સમાજ કલ્યાણ સરચાર્જ દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments