ICAI CA Final Result 2024: ICAI CA નવેમ્બર ફાઈનલ રિજલ્ટ જાહેર

ICAI CA Final Result 2024

ICAI CA Final Result 2024: ICAI CA ફાઇનલ રિજલ્ટ નવેમ્બર 2024 જાહેર. માર્ક્સ ચેક કરવા માટેની સત્તાવાર વેબસાઈટસ – icai.org, icaiexam.icai.org, icai.nic.in, caresults.icai.org

ICAI CA Final Result 2024: રિયા શાહે CAની પ્રથમ પરીક્ષા સમગ્ર દેશમાં 42 રેન્ક મેળવ્યો હતો. જ્યારે હવે CA ફાઈનલ પરીક્ષા પાસ કરી સમગ્ર દેશમાં Rank-2 પ્રાપ્ત કર્યો છે. ભારતના ઘણા એવા વિદ્યાર્થીઓ છે CA બનવાના સપના જોતા હોય છે, જેમાં ઘણા ખરા વિદ્યાર્થીઓ પુરા થતા હોતા નથી અને થોડી ઘણી નિરાશા મળતી હોય છે. એ વિદ્યાર્થીઓને નિરાશ થવાની જરૂર નથી. પરંતુ જો તમે તમારી સખત મેહનત ચાલુ રાખશો તો સફળતા ચોક્કસ તમારા ચરણ સ્પર્શ કરશે.

આઈસીએઆઈ સીએનું ફાઈનલ પરિણામ ગઈકાલે રાત્રે જાહેર થઈ ગયું છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) દ્વારા યોજાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટ (CA)ની ફાઈનલ પરીક્ષામાં બે વિદ્યાર્થીઓ અને બે વિદ્યાર્થીનીઓએ ટોચના ત્રણ રેન્ક મેળવ્યા છે.

ICAI CA Final Result 2024

રેન્કરનું નામAll India RankingMarksPercentageશહેર
Heramb Maheshwari150884.67%હૈદરાબાદ
Rishab Ostwal R150884.67%તિરૂપતિ
Riya Kunjankumar Shah250183.50%અમદાવાદ
Kinjal Ajmera349382.17%કોલકાતા

જેમાં અમદાવાદની રિયા શાહ સમગ્ર ભારતમાં બીજા નંબરે આવી છે. જ્યારે હૈદરાબાદના હેરાંબ મહેશ્વરી અને તિરૂપતિના રિષભે ઓસ્વાલે સંયુક્તરૂપે 508 માર્ક્સ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રિયા શાહે 501 માર્ક્સ સાથે બીજો નંબર મેળવ્યો છે. જ્યારે ત્રીજા સ્થાને આવેલી કોલકાતાની કિંજલ અજમેરાએ 493 માર્ક્સ મેળવ્યા છે. આ ઉપરાંત વડોદરાના બે વિદ્યાર્થીઓને ટોપ-50માં સ્થાન મળ્યું છે.

આ પણ ખાસ વાંચો:

પાસિંગ રેટ

  • ગ્રૂપ 1 – 66,987 ઉમેદવારોએ પરીક્ષા આપી, 11,253 પાસ (16.8 ટકા) થયા
  • ગ્રૂપ 2 – 49,459 ઉમેદવારોએ પરીક્ષા આપી, 10,566 પાસ (21.36 ટકા) થયા
  • ગ્રૂપ-3 – 30,763 ઉમેદવારોએ પરીક્ષા આપી, 4,134 પાસ (13.44 ટકા) થયા

વિદ્યાર્થીઓ તેમના પરિણામો ડાઉનલોડ કરવા અને તપાસવા માટે અહીં આપેલા પગલાંઓ આપેલ છે. icaiexam.icai.org, caresults.icai.org અથવા icai.nic.in પર જાઓ, હોમપેજ પર દર્શાવેલ પરિણામ લિંક પર ક્લિક કરો, ત્યારબાદ ઓળખપત્રો સાથે લોગિન કરો અને સબમિટ કરો અને સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment