HMPV Virus China: જાણો HMPV વાયરસ ભારતને કેટલી અસર કરી શકે

HMPV Virus China

HMPV Virus China: ભારતે ચીનમાં HMPV વાયરસ મામલે નજર રાખેલ છે અને ભારતની વર્તમાન પરિસ્થિતિથીએ ગભરાવાની જરૂર નથી. લોકોને સામાન્ય સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી.

HMPV Virus China: વિશ્વમાં કોરોનાનો ડર હજુ મનમાંથી દૂર નથી થયો કે હવે ચીનમાં વધુ એક વાયરસ માથું ઉચકી રહ્યો છે. જેનું નામ હ્યુમન મેટાન્યૂવાયરસ એ એક પ્રકારનો વાયરસ છે જે માનવ શરીરમાં ચેપનું કારણ બની શકે છે. આ વાયરસ સામાન્ય રીતે શરદી અને ઉધરસ જેવા લક્ષણોનું કારણ બને છે.

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) આના પર નજર રાખી રહ્યું છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દેશમાં શ્વસન અને મોસમી ઈન્ફલ્યુએન્ઝાના કેસોની નજીકથી દેખરેખ રાખે છે અને ચીનમાં હ્યૂમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ફાટી નીકળવાના તાજેતરના સમાચારોને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં છે.

HMPV Virus China

HMPV એ RNA વાયરસ છે, જે ન્યુમોવાયરિડે ફેમિલાના મેટાન્યૂ વાયરસ ક્લાસ સાથે જોડાયેલ છે. તે 2001 માં ડચ સંશોધક દ્વારા પ્રથમ વખત શોધાયું હતું. તે એ જ વાયરસ પરિવારમાંથી આવે છે જે ન્યુમોનિયાનું કારણ બને છે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (DGHS) ડૉ. અતુલ ગોયલે જણાવ્યું હતું કે હ્યૂમન મેટાપ્યુમોવાયરસ (HMPV)એ અન્ય શ્વસન વાયરસની જેમ છે, જે સામાન્ય શરદીનું કારણ બને છે. તેમણે કહ્યું કે તે યુવાનો અને વૃદ્ધ લોકોમાં ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બની શકે છે.

આ પણ ખાસ વાંચો:

HMPV વાયરસ ભારતને કેટલી અસર કરી શકે?

તેમણે કહ્યું, ‘ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના પ્રકોપ અંગેના અહેવાલો આવ્યા છે. જો કે, અમે દેશમાં (ભારત) માં શ્વસન રોગના પ્રકોપ અંગેના ડેટાનું વિશ્લેષણ કર્યું છે. ડિસેમ્બર 2024ના આંકડામાં કોઈ ખાસ વધારો થયો નથી. અમારી કોઈપણ આરોગ્ય સંસ્થામાંથી મોટી સંખ્યામાં કેસ નોંધાયા નથી. વર્તમાન પરિસ્થિતિથી ગભરાવાની જરૂર નથી.

ચીનમાં ફેલાતા આ વાયરસના સમાચાર પર બેઇજિંગે નિવેદન જાહેર કર્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે શુક્રવારે કહ્યું કે શિયાળાની ઋતુમાં શ્વસન સંક્રમણ ટોચ પર હોય છે. લોકો અને પ્રવાસીઓને આશ્વાસન આપતાં તેમણે કહ્યું, ‘હું તમને ખાતરી આપી શકું છું કે ચીનની સરકાર ચીનમાં આવનારા ચીની નાગરિકો અને વિદેશીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે.’

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment