Gujarat Weather Updates: હાલ ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુઓનું અનુભવ થઇ રહ્યો છે. ભારે પવન તેમજ વરસાદનું એલર્ટ, જાણો ક્યારે ગુજરાતનું હવામાન બદલાશે?
Gujarat Weather Updates: ગુજરાતમાં હાલના દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં સવારે ઠંડી એટલે કે તાપમાન ઘટેલું જોવા મળેશે જયારે બપોરે ગરમીનો અહેશાસ થાય છે અને તાપમાન ખુબ વધી જાય છે. હાલના સમયમાં ગુજરાતનું તાપમાન 19 થી 35 ડીગ્રી વચ્ચે નોંધાયુ હતું. સાથે સાથે રાત્રે તાપમાનમાં ઘટાડો જોવા મળેશે.
Gujarat Weather Updates
Gujarat Weather Updates: ભારે પવન તેમજ વરસાદનું એલર્ટ, જાણો ક્યારે ગુજરાતનું હવામાન ક્યારે બદલાશે?
આ દરમિયાન હવામાન વિભાગે ફરી એકવાર વરસાદ અને તાપમાનમાં ફેરફારને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. રાજ્યમાં 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન ગુજરાતમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. જોકે, તેની શક્યતાઓ ઘણી ઓછી છે. હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષોભને કારણે તાપમાનમાં ફેરફારની આગાહી કરી છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે માર્ચના બીજા અઠવાડિયામાં હવામાનમાં ફેરફારની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના મતે મધ્યમ પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં 28 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં એક એન્ટિસાયક્લોન સક્રિય થઈ શકે છે, જે સમુદ્રથી દૂર જતા રાજ્યમાં ફરીથી વાદળછાયું વાતાવરણ પેદા કરશે.
આ પણ ખાસ વાંચો:
- Char Dham Yatra 2025: ચારધામ યાત્રા 30 એપ્રિલ 2025 થી શરુ થઇ રહી છે
- PM Kisan 19th Installment: PM કિસાન યોજના 19 મો હપ્તો જાહેર કરવામાં આવ્યો, જાણો તમારા ખાતામાં જમા થયો કે નહિ
આના કારણે ગુજરાતના કચ્છ, રાજકોટ, જામનગર, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ વાદળને કારણે, ચક્રવાતી વિરોધી વાવાઝોડું સમાપ્ત થયા પછી ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન પવન ખૂબ જ તેજ રહેશે, જેના કારણે માર્ચના બીજા અઠવાડિયામાં હવામાનમાં ફેરફાર થશે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તોફાન આવવાની શક્યતા છે. ખરાબ હવામાનની પ્રતિકૂળ અસર ઉભા કૃષિ પાક પર જોવા મળશે.