Gujarat Weather Update: ગુજરાતમાં ભર શિયાળે વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભર શિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરા સાથે કમોસમી વરસાદ ખાબકવાની આગાહી કરી છે.
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 28 ડિસેમ્બર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે રાજ્યના ચાર જિલ્લામાં કરા પડવાની શક્યતાને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ આજથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કયા જિલ્લામાં માવઠું પડશે.
Gujarat Weather Update
છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઠંડી વચ્ચે હવે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 20 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 26થી 28 ડિસેમ્બર ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેના કારણે આગામી સમયમાં હજી પણ ઠંડી વધશે. પરંતુ માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
આ પણ ખાસ વાંચો:
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે ગુરુવારે કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
▶️ગુજરાતમાં બરફવર્ષાની શક્યતા
— AIR News Gujarat (@airnews_abad) December 26, 2024
▶️આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા વરસાદની શક્યતા, અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ@IMDWeather #gujaratrainalert pic.twitter.com/Qnl0NsGpbi
ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અને ઉત્તર ભારતમાં ઠંડીએ સ્પીડ પકડી લીધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદનો સિલસિલો શરૂ થઈ ગયો છે. સૂરજની સંતાકૂકડીના કારણે લઘુત્તમ તાપમાન પણ નીચે પહોંચી ગયું છે. પરિણામે લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પહાડો પર હિમવર્ષા બાદ કેવો છે માહોલ તે જોવું જ રહ્યું.
હવે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ પડવાનો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે. આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. તારીખો આપતા જણાવ્યું કે, 26 થી 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. અરબ સાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસટર્ન ડિસ્ટરબન્સ એક્ટિવ થશે. દક્ષિણ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયકલનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે. આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.