Gujarat Police LRD Constable Physical Exam Call Letter: ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી માટેના કોલ લેટર જાહેર.
LRD Constable Physical Exam Call Letter: ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા. 08.01.2025 ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલ લેટર તા. 01.01.2025 ના રોજ કલાક 02:00 થી https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ થવાની શરૂઆત થઇ ગઈ છે.
સંસ્થા | ગુજરાત પોલીસ ભરતી બોર્ડ |
પોસ્ટ | સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, જેલ સિપાહી |
કુલ ખાલી જગ્યાઓ | 12,472 |
જોબ કેટેગરી | સરકારી નોકરી |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
અરજી તારીખો | 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર, 2024 સુધી |
પસંદગી પ્રક્રિયા | PET, PMT, લેખિત કસોટી, તબીબી પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી |
આગામી 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થશે અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ તારીખની જાહેરાત કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2025થી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
આ પણ ખાસ વાંચો:
ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ વિભાગમાં ભરતીને લઈને રાજ્ય સરકારે 2 મહિના પહેલા જ હાઈકોર્ટ સમક્ષ મોટી જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં ભરતી કેલેન્ડર રજૂ કર્યુ હતું અને હાઈકોર્ટને ખાતરી આપી હતી કે વર્ષ 2026 સુધીમાં ગુજરાત પોલીસના તમામ પદો પર ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે.
ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટી કોલ લેટર ડાઉનલોડ કઈ રીતે કરવા?
૧. ઓજસ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ Ojas.gujarat.gov.in ની મુલાકાત લો.
૨. હોમપેજ પર, પ્રિન્ટ કોલ લેટર વિભાગ પર જાઓ.
૩. ત્યારબાદ PSI / લોકરક્ષક કોલ લેટર પસંદ કરો.
૪. જરૂરી ફીલ્ડમાં તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
૫. તમારા Lrd ફિઝિકલ કોલ લેટર જોવા અને ડાઉનલોડ કરવા માટે સબમિટ બટન પર ક્લિક કરો.
૬. કોલ લેટરનું પ્રિન્ટઆઉટ લો અને તેને પરીક્ષાના દિવસ માટે સુરક્ષિત રાખો.
મહત્વપૂર્ણ લીંક:
પોલીસ ભરતી શારીરિક કસોટી કોલ લેટર | અહીંથી ડાઉનલોડ કરો |