GPSC Exam Schedule 2025-26: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ક્લાસ 1, 2 અને 3 ની પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો.
GPSC Exam Schedule 2025-26: ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન (GPSC) દ્વારા આજે GPSC ક્લાસ 1, 2 અને 3 સંવર્ગોની વિવિધ જગ્યાઓની ભરતી સબંધિત પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાની તારીખ અંગેની મહત્વની સુચના જાહેર કરવામાં આવી છે.
GPSC Exam Schedule 2025-26
- GPSC વર્ગ 1, 2 અને 3 ની પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
- GPSC પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા કાર્યક્રમ 2025 – 26
- હિસાબી અધિકારી વર્ગ 1, 2
- રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3
- નાયબ સેક્શન ઓફિસર / નાયબ મામલતદાર વર્ગ 3
GPSC પરીક્ષા કાર્યક્રમ 2025 – 26
ક્રમ | સંવર્ગનું નામ | પ્રિલીમનરી પરીક્ષાની તારીખ | મુખ્ય પરીક્ષાની તારીખ |
1 | ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, 2 | તારીખ 20.04.2025 | તારીખ 20, 21, 27, 28.9.2025 |
2 | મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 | તારીખ 06.06.2025 | તારીખ 10 થી 17.12.2025 દરમિયાન |
3 | હિસાબી અધિકારી વર્ગ 1, 2 | તારીખ 06.06.2025 | તારીખ 10 થી 17.12.2025 દરમિયાન |
4 | રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 | તારીખ 21.12.2025 | તારીખ 1 થી 10 જુન 2026 |
5 | નાયબ સેક્શન ઓફિસર / નાયબ મામલતદાર વર્ગ 3 | તારીખ 07.09.2025 | ફેબ્રુઆરી 2026 |
ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે, વિવિધ ભરતીમાં ભાગ લઈ શકે, મૂલ્યાંકનમાં વિલંબ ન થાય તે તમામ બાબતો ધ્યાન પર રાખી મુલ્કી સેવા વર્ગ -૧,૨, નાયબ સેક્સન અધિકારી, નાયબ વન સંરક્ષક, આંકડા અધિકારી વર્ગ- ૧,૨, રાજ્ય વેરા નિરીક્ષક વિગેરે પરીક્ષાઓનું વાર્ષિક સમયપત્રક આજે જાહેર કરવામાં આવ્યું.
આ પણ ખાસ વાંચો:
- પાઠયપુસ્તક: ધોરણ 1, ધોરણ 6 થી 8 અને ધોરણ 12માં પુસ્તક બદલાશે
- GUJCET Exam Date 2025: GUJCET પરીક્ષા 2025 તારીખ જાહેર કરવામાં આવી
કેટલાંક ઉમેદવારો પરીક્ષા પાછળ લઈ જવાના પક્ષમાં હોય છે પરંતુ આમ કરવાથી ભરતી પ્રક્રિયા વિલંબિત થાય અને ઉમેદવારોના કિંમતી વર્ષો તૈયારીમાં વેડફાઈ ના જાય અને તેઓને વિવિધ પરીક્ષાઓ આપવાની તકો મળે અને તે પરીક્ષાના પરિણામો ઝડપથી તૈયાર થાય તે ઉમેદવારોના હિતમાં છે. જેને ધ્યાનમાં રાખી આયોગ આ સમયપત્રકને વળગી રહેવા માટે પ્રયત્નશીલ રહેશે. અપવાદરૂપ કિસ્સાઓમાં ફેરફાર કરવાની આવશ્યકતા પડી શકે છે છતાં પણ તેવો નિર્ણય કરવાનો થાય તો પણ ઉપરોક્ત મુદ્દાઓ ધ્યાનમાં રાખીને જ ફેરફાર કરવામાં આવશે.
ઉપર મુજબ પરીક્ષાની તારીખોમા ફેરફાર કરતા ઉમેદવારોએ નીચે મુજબ નોંધ લેવી:
- મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-૨ તથા હિસાબી અધિકારી વર્ગ-૧/૨ (ટેબલના ક્રમાંક ૨, ૩) પ્રિલીમનરી પરીક્ષાની તારીખ અગાઉ જાહેર કરાયેલ તા.૧૦.૫.૨૦૨૫ ના બદલે તા.૦૬.૦૬.૨૦૨૫ ના રોજ નિયમિતિ તથા દિવ્યાંગોની ખાસ ભરતી સંયુક્ત રીતે જ યોજાશે
- નાયબ સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર વર્ગ-૩ (ટેબલના ક્રમાંક ૫ ) માટે હાલ પ્રસિધ્ધ થયેલ પ્રિલીમનરી પરીક્ષાની તારીખ ૨૫.૦૪.૨૫ ના બદલે તા.૦૭.૦૯.૨૫ ના રોજ નિયમિત તથા દિવ્યાંગોની ખાસ ભરતી સંયુક્ત રીતે જ યોજાશે.
- રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ (ટેબલના ક્રમાંક ૪)સંદર્ભે દિવ્યાંગોની ખાસ ભરતીની પ્રિલીમનરી પરીક્ષાની તારીખ ૦૬.૪.૨૫ યથાવત રાખવામાં આવે છે, જેની દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી.
ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧/૨ ના પરીક્ષા નિયમોમા ફેરફારની બાબત કાર્યવાહી હેઠળ છે. આ કાર્યવાહી પૂર્ણ થયેથી સદર જાહેરાત પ્રસિધ્ધ કરવાની થતી હોય સદર તારીખોમા ફેરફાર કરવામા આવેલ છે.