HomeNationalEarthquake In Siwan: દિલ્હી બાદ બિહારના સીવાનમાં પણ ભૂકંપ, લોકોમાં ગભરાટ ફેલાયો

Earthquake In Siwan: દિલ્હી બાદ બિહારના સીવાનમાં પણ ભૂકંપ, લોકોમાં ગભરાટ ફેલાયો

Earthquake In Siwan: રાજધાની દિલ્હી બાદ બિહારના સીવાનમાં પણ 4.0 ની તીવ્રતા વાળો ભૂકંપ અનુભવાયો છે. જેથી કરીને લોકોમાં ગભરાટ ફેલાઈ ગઈ હતી.

Earthquake In Siwan: સીવાનમાં ભૂંકપના લીધે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને ખુલ્લા વિસ્તારોમાં દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 હતી.

Earthquake In Siwan

હાલમાં મળતી માહિતી અનુસાર ભૂકંપના આંચકાની તીવ્રતા વધુ હોવાથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 રહી હતી.

ભૂકંપના આંચકા અનુભવનારા સિવાનના લોકોએ કહ્યું કે તેમને એવું લાગ્યું કે ધરતી ખૂબ જ જોરથી ધ્રુજી રહી છે. લોકોએ પોતાના પરિવારના સભ્યોને ચેતવણી આપવાનું શરૂ કર્યું અને પોતાના બાળકોને ખોળામાં અથવા ખભા પર લઈને બહાર દોડી ગયા હતા. ભૂકંપ પછીના આંચકાના ડરને કારણે ઘણા લોકો લાંબા સમય સુધી તેમના ઘરની બહાર જોવા મળ્યા હતા.

આ પણ ખાસ વાંચો:

ઉલ્લેખનીય છે કે વહેલી સવારે દિલ્હીમાં ભૂકંપ આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરતાં કહ્યું હતું કે દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તમામ લોકોને અમે શાંત રહેવાની અપીલ કરીએ છીએ. અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

તમને અહી એ પણ જણાવી દઈએ કે આજે જ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજધાનીની જમીન ઘણી સેકન્ડો સુધી ધ્રુજતી રહી. લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. દિલ્હી ભૂકંપની તીવ્રતા પણ 4.0 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર દિલ્હી નજીક પૃથ્વીથી 5 કિલોમીટર નીચે હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments