HomeNationalDelhi Election Results 2025: નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલની હાર

Delhi Election Results 2025: નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલની હાર

Delhi Election Results 2025: આપ પાર્ટી અને અરવિંદ કેજરીવાલ બન્ને ડૂબ્યા. નવી દિલ્હીની બેઠક પરથી અરવિંદ કેજરીવાલનો પરાજય થયો.

Delhi Election Results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. એક તરફ સમગ્ર પાર્ટી હાર તરફ આગળ વધી રહી છે. તેમાં પાર્ટીના મોટા નેતા પણ હારનો સામનો કરી રહી છે જેમાં નવી દિલ્હીની બેઠક પરથી અરવિંદ કેજરીવાલનો પરાજય થયો છે.

Delhi Election Results 2025: નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલની હાર

દિલ્હી વિધાનસભા ચુંટણી 2025 માં આપ પાર્ટીના મોટા નેતા હાર્યા છે. બીજી તરફ, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ તેમને હરાવ્યા છે. જ્યારે કોંગ્રેસના સંદીપ દીક્ષિત ત્રીજા સ્થાને રહ્યા.

આ પણ ખાસ વાંચો:

અરવિંદ કેજરીવાલને 10મા રાઉન્ડ સુધી કુલ 20190 મત મળ્યા. જ્યારે પ્રવેશ વર્માને 22034 મત મળ્યા. આ રીતે, પ્રવેશ વર્મા અરવિંદ કેજરીવાલથી 1844 મતોથી પાછળ હતા. આ ઉપરાંત સંદીપ દીક્ષિતને 3503 મત મળ્યા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડ્યા હોત તો આજે ચિત્ર કંઇક અલગ હોત પરંતુ આમ આદમી પાર્ટીને કોંગ્રેસે નુકસાન પહોંચાડ્યું તે કેજરીવાલની સીટ પરથી જ સ્પષ્ટ થાય છે.

આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ની મતગણતરી ચાલી રહી છે. ત્યારે શરૂઆત વલણમાં ભાજપ દિલ્હીમાં 27 વર્ષ પછી સરકાર બનાવશે, તેવું ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે સામાજિક કાર્યકર્તા અન્ના હજારે (Anna Hazare)નું એક નિવેદન સામે આવી રહ્યું છે.

દિલ્હી ચૂંટણી પરિણામો પર, સામાજિક કાર્યકર્તા અન્ના હજારે કહ્યું કે, ‘હું ઘણા સમયથી કહેતો આવ્યો છું કે ચૂંટણી લડતી વખતે – ઉમેદવારનું ચારિત્ર્ય, સારા વિચારો અને છબી પર કોઈ ખામી હોવી જોઈએ નહીં. પરંતુ, તેઓ (AAP) એ સમજી શક્યા નહીં. તેઓ દારૂ અને પૈસામાં ફસાઈ ગયા – તેમની (અરવિંદ કેજરીવાલ) છબી તેના કારણે ખરાબ થઈ ગઈ અને તેથી જ તેમને ચૂંટણીમાં ઓછા મત મળી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments