HomeSportsChampions Trophy Live Streaming: જાણો ક્યાં, કેવી રીતે જોઈ શકશો ચેમ્પિયન્સ ટ્રોફી...

Champions Trophy Live Streaming: જાણો ક્યાં, કેવી રીતે જોઈ શકશો ચેમ્પિયન્સ ટ્રોફી લાઇવ પ્રસારણ

Champions Trophy Live Streaming: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની શરૂઆત 19 ફેબ્રુઆરી 2025થી થવા જઈ રહી છે. જાણી લ્યો ચેમ્પિયન્સ ટ્રોફી લાઇવ પ્રસારણ કેવી રીતે જોઈ શકશો.

Champions Trophy Live Streaming: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આ વખતે ફ્રીમાં જોઈ શકાશે નહિ. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની શરૂઆત 19 ફેબ્રુઆરી 2025થી પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની મેચથી થશે. ઘણા ક્રિકેટ રસિકોને મનમાં એક પ્રશ્ન છે કે શું આ નવી એપ પર ચેમ્પિયન્સ ટ્રોફીની દરેક મેચ ફ્રી માં જોઈ શકાશે?

Champions Trophy Live Streaming – ચેમ્પિયન્સ ટ્રોફી લાઇવ પ્રસારણ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની નવમી સિઝનમાં કુલ આઠ ટીમો ભાગ લેશે, જે પાકિસ્તાન અને યુએઈમાં 19 દિવસ સુધી ચાલશે. તમને જાણવી દઈએ કે આ વખતે અફઘાનિસ્તાન તેની પહેલી ચેમ્પિયન્સ ટ્રોફી રમશે.

ચેમ્પિયન્સ ટ્રોફી લાઇવ કઈ રીતે જોઈ શકાશે?

ભારતીય ચાહકો JioHotStar પર ચેમ્પિયન્સ ટ્રોફીનો આનંદ માણી શકે છે. ટીવી પર અંગ્રેજી ફીડ ઉપરાંત સ્ટાર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ 18 ચેનલો પર જોઈ શકાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલાં ICC એ ટુર્નામેન્ટના બ્રોડકાસ્ટર્સની વિગતો શેર કરી છે. રિલીઝ મુજબ ભારતીય ચાહકો JioHotStar પર ચેમ્પિયન્સ ટ્રોફીનો આનંદ માણી શકે છે. ડિજિટલ પ્લેટફોર્મ JioHotStar પર પહેલી વાર, ICC ટુર્નામેન્ટનું 16 ફીડ્સમાં નવ અલગ અલગ ભાષાઓમાં લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. જેમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી, હરિયાણવી, બંગાળી, ભોજપુરી, તમિલ, તેલુગુ અને કન્નડનો સમાવેશ છે. એ પણ નોંધનીય છે કે ભારતીય સાંકેતિક ભાષા ફીડ અને ઓડિયો કોમેન્ટ્રી પણ JioStar પર સ્ટ્રીમ કરવા માટે ઉપલબ્ધ રહેશે.

આ પણ ખાસ વાંચો:

ટીવી પર અંગ્રેજી ફીડ ઉપરાંત સ્ટાર સ્પોર્ટ્સ (Star Sports)અને સ્પોર્ટ્સ 18 (Sports 18) ચેનલો પર હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડમાં કવરેજ કરશે. પાકિસ્તાનની વાત કરીએ તો ચાહકો ચેમ્પિયન્સ ટ્રોફી પીટીવી અને ટેન સ્પોર્ટ્સ દ્વારા અને ડિજિટલી માયકો અને તમાશા એપ્સ દ્વારા જોઈ શકે છે. UAE અને મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા ક્ષેત્રમાં આ માર્કી ઇવેન્ટ CricLife MAX અને CricLife MAX2 પર જોવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યારે સ્ટ્રીમિંગ STARZPLAY પર ઉપલબ્ધ થશે.

બે વર્ષ પહેલાં 2023 માં, દેશની ફ્રેન્ચાઇઝ ક્રિકેટ લીગના લાઇવ સ્ટ્રીમિંગના અધિકારો મેળવ્યા પછી, Jio સિનેમા એપ અને વેબસાઇટ પર દરેક મેચ નિહાળવાનું મફતમાં ઉપલબ્ધ હતું. પરંતુ આ વખતે, જિયો સિનેમા નહીં, પરંતુ નવી સ્ટ્રીમિંગ એપ ‘જિયોહોટસ્ટાર’ (JIO HotStar)પર ચેમ્પિયન્સ ટ્રોફીનું લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments