Champions Trophy 2025: જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની અમુક મેચ ગુમાવી શકે તેવી શક્યતા

Champions Trophy 2025

Champions Trophy 2025: ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર મળી રહ્યા છે, જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની અમુક મેચ ગુમાવી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.

Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ગ્રુપ સ્ટેજની મેચમાંથી બહાર થઈ શકે છે.

Champions Trophy 2025 જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની અમુક મેચ ગુમાવી શકે તેવી શક્યતા

હાલમાં મળતી મહીત્ત મુજબ જસપ્રીત બુમરાહ કમરના દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. સિડનીમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 5મી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે તે મેદાનની બહાર ચાલ્યો ગયો હતો અને ઓસ્ટ્રેલિયા સામેની બીજી ઇનિંગમાં બોલિંગ કરવા પણ આવ્યો ન હતો. તેણે કમરના દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેનું સ્કેન કરાવવામાં આવ્યું. તે હાલમાં રિકવર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં તેના રિહેબિલિટેશન માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) ને રિપોર્ટ કરશે.

આ પણ ખાસ વાંચો:

એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે, જસપ્રીત બુમરાહ માર્ચના પ્રથમ અઠવાડિયા સુધી સંપૂર્ણ રીતે ફીટ થઈ જશે. આવી સ્થિતિમાં, તે ચેમ્પિયન્સ ટ્રોફીની નોકઆઉટ મેચોમાં વાપસી કરી શકે છે.

સાથે સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે બુમરાહ હાલ ઈજાગ્રસ્ત છે અને રિહેબિલિટેશન માટે તે ટૂંક સમયમાં એનસીએને રિપોર્ટ કરશે એટલા માટે આશા છે કે તે જલદી ઠીક થશે. જ્યાં સુધી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની પસંદગીનો સવાલ છે તેના વિશે હજુ કંઈ ચોક્કસ ના કહી શકાય. જે તે સમયે તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને પસંદગીકારો આ અંગે અંતિમ નિર્ણય લેશે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment