Chahal Dhanashree Divorce: આજે યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન જીવનનો 4 વર્ષે અંત આવ્યો, કોર્ટ દ્વારા છૂટાછેડા મંજુર કરવામાં આવ્યા.
Chahal Dhanashree Divorce: ઘણા સમયથી આ બંને સેલીબ્રીટીના છુટાછેડાના સમાચાર મળી રહ્યા હતા. હવે કોર્ટ દ્વારા છુટાછેડા મંજુર કરવામાં આવ્યા છે. લગભગ અઢી વર્ષથી એકબીજાથી દૂર રહ્યા બાદ અંતે બંનેએ પોતના રસ્તા અલગ કરી દીધા છે. છેલ્લાં ઘણાં સમયથી બંનેના છૂટાછેડાની અફવાઓ ચાલી રહી હતી.
Chahal Dhanashree Divorce
લગ્ન પછી થોડા સમય માટે બધું બરાબર રહ્યું અને બંનેએ સોશિયલ મીડિયા પર ઘણી બધી તસવીરો અને વીડિયો શેર કર્યા, પરંતુ લગ્નના અઢી વર્ષ પછી એટલે કે ઓગસ્ટ 2022 માં, આ બંને વચ્ચેના વિવાદનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ધનશ્રીએ પોતાની અટકમાંથી ચહલ અટક કાઢી નાખી. ચહલને શોમાંથી દૂર કર્યા પછી, આ દંપતીના છૂટાછેડાની વાતો શરૂ થઈ, પરંતુ તે જ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને આ અફવાઓ પર ધ્યાન ન આપવા કહ્યું.
ત્યારબાદ બાન્દ્રાની એક ફેમિલી કોર્ટમાં બંનેએ છૂટાછેડા માટે અરજી કરી હતી. હવે ગુરૂવારે (20 માર્ચ) ફેમિલિ કોર્ટે બંનેના છૂટાછેડાની અપીલ મંજૂર કરી દીધી છે. આ સાથે બંનેના લગ્ન 4 વર્ષ અને 3 મહિનાની અંદર જ તૂટી ગયાં.
આ પણ ખાસ વાંચો:
બંને કોર્ટ અલગ-અલગ પહોંચ્યા હતા અને પોતાનો ચહેરો માસ્કથી ઢાંકી રાખ્યો હતો. ચહલ અને ધનશ્રી બંનેએ મીડિયા સાથે કોઈ વાતચીત કરી ન હતી નહીં અને કોઈ કોમેન્ટ કર્યા વિના કોર્ટમાં પ્રવેશ કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે બુધવારના રોજ ચુકાદો આપતાં છ મહિનાના ફરજિયાત કૂલિંગ ઑફ પીરિયડમાં છૂટછાટ આપી હતી અને ફેમિલી કોર્ટને 20 માર્ચ, ગુરુવારે, છૂટાછેડા અરજી પર નિર્ણય લેવા આદેશ આપ્યો હતો.
આ છૂટાછેડાની બદલે ભરણપોષણના રૂપે ચહલે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા આપવાની સંમતિ દર્શાવી હતી, જેનો 50 ટકા ભાગ ક્રિકેટરે આપી દીધો છે અને બાકીનો ભાગ ધનશ્રીને હવે મળશે.