Budget 2025 Live: બજેટમાં ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને 10 વ્યાપક ક્ષેત્રોને આવરી લેવાયા. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં બજેટ 2025 ભાષણ શરૂ થયું છે.
Budget 2025 Live: બજેટમાં એમએસએમઇ સેક્ટર માટે મોટી જાહેરાત થઇ છે. એમએસએમઇ માટે બજેટમાં વધારે ફાળવણી, એમએસએમઇ માટે 20 કરોડ સુધીની ટર્મ લોન, માઇક્રો એન્ટરપ્રાઇસ માટે 5 લાખ સુધીનું ક્રેડિટ કાર્ડ.
Budget 2025 Live: બજેટ 2025 લાઇવ અપડેટ્સ
નાણામંત્રીએ જણાવ્યું છેકે, આપણી અર્થવ્યવસ્થા તમામ મુખ્ય વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકસી છે. છેલ્લા 10 વર્ષના આપણા વિકાસના ટ્રેક રેકોર્ડ અને માળખાકીય સુધારાઓએ વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે. આ સમયગાળામાં ભારતની ક્ષમતા અને સંભાવનામાં વિશ્વાસ વધ્યો છે. આપણે આગામી પાંચ વર્ષને ‘સબકા વિકાસ’ સાકાર કરવાની એક અનોખી તક તરીકે જોઈએ છીએ, જે તમામ પ્રદેશોના સંતુલિત વિકાસને ઉત્તેજીત કરશે.
આ પણ ખાસ વાંચો:
નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત કરી છે. સરકાર આ યોજનાને રાજ્યો સાથે મળીને ચલાવશે. 1.7 કરોડ ખેડૂતોને મદદ મળશે. સીતારમણે કહ્યું કે ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોની સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કૃષિ વિકાસ, ગ્રામીણ વિકાસ અને ઉત્પાદન પર ફોકસ છે. નાણાકીય ક્ષેત્રના સુધારા પર પણ ધ્યાન આપશે. 100 જિલ્લામાં ધન ધન યોજના શરૂ કરવામાં આવી રહી છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધીને 5 લાખ રૂપિયા થઈ ગઈ છે,
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો 7.5 કરોડ લોકોને રોજગાર પ્રદાન કરી રહ્યા છે. આ MSME, ઉત્પાદકો સાથે, ઉત્પાદનમાં 45 ટકા યોગદાન આપી રહ્યા છે. તેમના વર્ગકરણને બમણું કરવામાં આવશે. ગેરંટી કવર સાથે તેને 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે. 1.5 લાખ કરોડ સુધીની લોન મળશે. સ્ટાર્ટ અપ માટે રકમ રૂ. 10 કરોડથી વધારીને રૂ. 20 કરોડ કરવામાં આવશે. ગેરંટી ફીમાં ઘટાડો થશે.
નાણામંત્રીએ કહ્યું કે, શાકભાજી અને ફળો માટે પોષણ આવકના વધતા સ્તર સાથે, સરકાર શાકભાજી, ફળો અને અનાજના ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે. આ માટે ખેડૂત ઉત્પાદક સંગઠનો અને સહકારી મંડળીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે. તેમજ રાજ્ય સરકારો સાથે મળીને યોજનાઓ બનાવવામાં આવશે.