બોટાદ: ઓઈલ મિલના માલિકનું અપહરણ કરી 50 કરોડની માંગણી, પોલીસે તપાસ હાથ ધરી

ઓઈલ મિલના માલિકનું અપહરણ

બોટાદ: બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામે આવેલી રાધે ઓઈલ મિલના માલિકનું અપહરણ, વિપુલભાઈ નામના યુવકનું અપહરણકારોએ ભદ્રવડી નજીકથી બળજબરીપૂર્વક કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું. 

મળતી માહિતી મુજબ ગઈકાલે બોટાદના ભદ્રાવડી ગામના રાઘે ઓઈલ મિલના માલિક પોતાની બાઈક લઈને જતા હતા, તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો ફોરવીલ કાર લઈને આવીને માલિકની બાઈકને ટક્કર મારી ગાડીમાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.

આ ઘટનાની જાણ થતા બોટાદ SP સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે વેપારીની શોધખોળ અને અપહરણકારોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી. સવારના 10 કલાકની આસપાસ ફરિયાદીના ભાઈ વિપુલભાઈની હોન્ડા મોટરસાયકલ નંબર GJ 33 J 9755 હડદડ તરફ્ના રોડની ડાબી બાજુ આડી પડેલી હતી. અને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી હતી. અપહરણકારો આ યુવકને લઈને રાજકોટ તરફ ગયા હોવાની માહિતી મળતા પોલીસે અપહરણકારોનો પીછો કર્યો હતો.

આ પણ ખાસ વાંચો:

બોટાદ: ઓઈલ મિલના માલિકનું અપહરણ

પોલીસ સ્ટાફ દ્વારા આજુબાજુમાં તપાસ કરીને હનુમાનજી આશ્રમ ખાતે કામ કરતા વ્યક્તિને પૂછતા જણાવેલ કે, સફેદ કલરની ફોરવીલ ક્રેટા કારે મોટરસાયકલ સાથે ટક્કર મારતા પડી ગયેલ વ્યક્તિને કારમાં નાખી ને લઈ ગયા હતા. આ ગાડીમાં આરોપી સંજય ઓળકીયા તથા હિતેશ ઓળકીયા તથા સાગર ઝાપડિયા તથા ગાડીમાંથી ઉતરેલ 3 અજાણ્યા ઇસમોએ વિપુલ શેખનું અપરણ કરી રસ્તામાં આડેધડ માર મારી ઢીકા પાટુનો માર મારી રૂપિયા 50 કરોડની ખંડણીની માંગણી કરી હતી.

પોલીસ પોતાની પાછળ પડી હોવાની જાણ થતા અપહરણકારો આ યુવકને રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સમઢીયાળા ગામ પાસે કારમાંથી ઉતારીને ફરાર થઇ ગયા હતા. અને પોલીસને લોકેશન મળતા પોલીસે ગણતરીની કલાકોમાં માલિકને વિંછીયાના સમઢીયાળા ગામેથી છોડાવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment