મોંઘવારીનો વધુ એક માર: ઘરેલું ગેસ સિલિન્ડર ભાવ 2025, એલપિજિ ભાવમાં વધારો, LPG Gas Rate Today, Cylinder Rate News, મોંઘવારી સમાચાર, Gas Cylinder Price in Gujarat.
મોંઘવારીનો વધુ એક માર: મળતી માહિતી મુજબ પેટ્રોલ – ડીઝલ બાદ સરકાર LPG GAS સીલીન્ડરમાં ભાવ વધારો કરવા જઈ રહી છે. એલપીજી ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે.
મોંઘવારીનો વધુ એક માર
- LPG ભાવમાં 50 રૂપિયાનો ઉછાળો
- ઘરેલું બજેટ પર સીધી અસર
- ગૃહિણીનું બજેટ ખોરવાશે
- આમ જનતા પર વધુ એક મોંઘવારીનો બોજ
ગૃહિણીનું બજેટ ખોરવાશે, ઘરેલું ગેસ સીલીન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થવા જઈ રહ્યો છે. આમ આદમીને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. નવી કિંમતો અનુસાર, હવે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત મોટાભાગના શહેરોમાં ₹830 થી હવે ₹880 સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને મધ્યમ અને નીચી આવક ધરાવતા પરિવારોએ પોતાની નાણાકીય સ્થિતિ પર વધુ ભાર અનુભવવાનો વારો આવ્યો છે.
મોંઘવારી તો હવે દૈનિક જીવનનો ભાગ બની ગઈ છે. જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. 500થી વધી રૂ. 550 થશે. નોંધ લેવી કે, રાજ્યવાર એલપીજી ગેસના ભાવો અલગ અલગ છે. અમદાવાદમાં એલપીજી ગેસનો ભાવ હાલ રૂ. 800 પ્રતિ 14.2 કિગ્રા છે. જો નવો ભાવ વધારો લાગુ થાય તો આવતીકાલથી ગૃહણીઓને ગેેસ સિલિન્ડર માટે રૂ. 850 ચૂકવવા પડશે.
આ પણ ખાસ વાંચો:
કેન્દ્ર સરકાર દ્વારા ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 9 માર્ચ 2024ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ખાસ વાત એ છે કે માર્ચ 2023 પછી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ કર્યો છે. જો કે સરકારે એવું પણ કહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં ઘટાડવામાં આવી શકે છે.