Ahmedabad Flower Show 2025 Online Ticket Booking: અમદાવાદ ફ્લાવર શો 2025 ટિકિટ બુકિંગ કરો આ સરળ સ્ટેપમાં

Ahmedabad Flower Show 2025 Online Ticket Booking

Ahmedabad Flower Show 2025 Online Ticket Booking: શું તમે પણ અમદાવાદ ફ્લાવર શો 2025 ઓનલાઈન ટિકિટ બુક કરવા માંગો છો? 3 જાન્યુઆરીથી ઓનલાઈન ટિકિટ બુક કરી શકશો.

Ahmedabad Flower Show 2025 Online Ticket Booking: હાલ ગુજરાતની અંદર અમદાવાદમાં થવા જઈ રહેલ અમદાવાદ ફ્લાવર શો 2025 ચર્ચા માં છે. જે ફલાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટર, ટાગોર હૉલ પાછળ, સાબરમતી રિવરફ્રન્ટ, પાલડી, અમદાવાદમાં શરુ થવા જઈ રહ્યો છે. આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શૉને ખુલ્લો મૂકવામાં આવશે. જે આગામી 22 જાન્યુઆરી સુધી ચાલશે.

Ahmedabad Flower Show 2025 Online Ticket Booking

Ahmedabad Flower Show 2025 Ticket Rate

અમદાવાદ ફ્લાવર શો 2025 ઓનલાઈન ટિકિટ બુકિંગ કરતા પેહલા તમારે તેનો સમય અને ટીકીટનો ભાવ જાણી લેવો જરૂરી છે. તો અહી તમને જણાવી દઈએ કે અમદાવાદ ઈન્ટરનેશનલ ફલાવર શોમાં 12 વર્ષથી નાની વયના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટના દર પ્રતિ વ્યકિત વર્ષ-2024માં રુપિયા 50 હતા. તેના બદલે આ વર્ષે ટિકિટના દર 75 રૂ. કરવામાં આવ્યા છે.

આ પણ ખાસ વાંચો:

જે ગયા વર્ષે શનિવાર અને રવિવારે પ્રતિ વ્યકિત ટિકિટના દર 75 રૂપિયા હતા. જે હવે એટલે કે 2025 માં રુપિયા 100 કરવામાં આવ્યા છે. ત્યાં જ ફલાવર શો દરમિયાન રોજ સવારે 9 થી 10 કલાક તથા રાત્રે 10 થી 11 કલાક પ્રાઈમ ટાઈમમમાં જો મુલાકાતીઓ ફલાવર શો જોવા માંગતા હશે તો પ્રતિ વ્યકિત રુપિયા 500 ટિકિટના દર વસૂલ કરાશે. બીજી તરફ મ્યુનિસિપલ શાળાના બાળકોને વિનામૂલ્યે ફલાવરશોમાં પ્રવેશ આપવામાં આવશે.

અમદાવાદ ફ્લાવર શો 2025 ના આકર્ષણો

અમદાવાદ ફ્લાવર શો 2025 ને કુલ છ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. આ છ ભાગ અનુક્રમે દેશની વૃદ્ધિ અને વિકાસ, સર્વ સમાવેશીપણું અને ટકાઉ ભવિષ્ય તરફની પહેલ, સંસ્કૃતિ અને વારસો, ફ્લાવર વેલી તેમજ ભવિષ્યના માર્ગને પ્રદર્શિત કરે છે. આ વર્ષના ફ્લાવર શોમાં ખાસ કરીને સોવિનિયર શોપ નું આયોજન કરવામાં આવેલ છે જે અમદાવાદના અનેક આકર્ષણ, રિવરફ્રન્ટ, અમદાવાદનું હેરિટેજ તેમજ અનેકવિધ આકર્ષણોની બનાવવામાં આવેલ પ્રતિકૃતિઓ તેમજ વસ્તુઓ પોતાની સાથે લઈ જઈ પોતાની એક યાદગીરી સાચવી શક્શે.

અમદાવાદ ફ્લાવર શો 2025 ઓનલાઈન ટિકિટ બુકિંગ કઈ રીતે કરવી?

અમદાવાદ ફ્લાવર શો 2025 ઓનલાઈન ટિકિટ બુક નીચે આપેલ વેબસાઈટ પરથી કરી શકશો.

https://riverfrontparktickets.com/fs/

અમદાવાદ ફ્લાવર શો 2025 કઈ તારીખથી શરુ થાય છે?

અમદાવાદ ફ્લાવર શો 2025 3 જાન્યુઆરીથી શરુ થવા જઈ રહ્યો છે.

અમદાવાદ ફ્લાવર શો 2025 ની છેલ્લી તારીખ કઈ છે?

અમદાવાદ ફ્લાવર શો 2025 ની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2025 છે. આમ જનતાની રૂચીને ધ્યાનમાં રાખીને તારીખમાં ફેરફાર કરવામાં આવી શકે.

અમદાવાદ ફ્લાવર શો 2025 નો સમય કયો છે?

સમય: સવારે 9:00 થી રાત્રી 11:00

અમદાવાદ ફ્લાવર શો 2025 નું સ્થળ કયું છે?

સ્થળઃ ફલાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટર, ટાગોર હૉલ પાછળ, સાબરમતી રિવરફ્રન્ટ, પાલડી, અમદાવાદ.

Ahmedabad Flower Show 2025 PDF File

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment