IND Vs Aus: બોક્સિંગ ડે ટેસ્ટ મેચ 1 જીત સાથે ટીમ ઇન્ડિયા રચશે ઇતિહાસ

IND Vs Aus

IND Vs Aus: બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં હાલ બંને ટીમો 1-1ની બરાબરી પર છે. ચોથી ટેસ્ટ મેચ પોતાના નામે કરતાની સાથે જ ભારત મેલબોર્નમાં સતત ત્રણ ટેસ્ટ જીતનો રેકોર્ડ બનાવવામાં સફળ થઈ જશે.

IND Vs Aus: ભારત Vs ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં ભારતીય સમય અનુસાર સવારે 5 વાગ્યે શરૂ થશે. બીજી તરફ પાકિસ્તાન Vs દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન Vs ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ પણ 26મી ડિસેમ્બરે રમાશે. વાસ્તવમાં પાકિસ્તાનની ટીમ આ દિવસોમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત શાનદાર જીત સાથે કરનાર ભારતીય ટીમને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી મેચ દરમિયાન બંને ટીમો વચ્ચે ડ્રો રહી હતી. 5 મેચની ટેસ્ટ સિરીઝમાં ચોથી મેચ સિરીઝ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. અહીં જીતનો અર્થ છે કે, ટીમ ઇન્ડિયા સિરીઝ પર પોતાનો કબજો જાળવી રાખશે.

IND Vs Aus બોક્સિંગ ડે ટેસ્ટ મેચ

ભારતીય ફેન્સે બોક્સિંગ ડે ટેસ્ટ જોવા માટે સૂર્યોદયના લગભગ 2 કલાક પહેલા જાગવું પડશે. ભારતીય સમય અનુસાર બોક્સિંગ ડે ટેસ્ટ સવારે 5:00 વાગ્યે શરૂ થશે. મેચનો પહેલો બોલ 5 વાગે ફેંકવામાં આવશે. ભારતીય સમય મુજબ સવારે 4:30 વાગ્યે ટોસ થશે.

ભારતીય ક્રિકેટ ટીમ પાસે ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચવાની તક છે. ટીમ ઇન્ડિયા બોક્સિંગ ડે ટેસ્ટ જીતીને એક એવું કામ કરી શકે છે જે 139 વર્ષમાં કોઈપણ ટીમ યજમાન ટીમ કરી શકી નથી.

આ પણ ખાસ વાંચો:

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ માટે યજમાન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે તેના પ્લેઈંગ 11ની જાહેરાત કરી છે. ટ્રેવિસ હેડને આ ટીમમાં રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ હશે જે ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાશે.

કેપ્ટન પેટ કમિન્સે પુષ્ટિ કરી છે કે તેમની ટીમ બે ફેરફારો સાથે આ મેચમાં ઉતરી રહી છે, જેમાં ઈજાગ્રસ્ત જોશ હેઝલવુડની જગ્યાએ નાથન મેકસ્વીની અને સ્કોટ બોલેન્ડની જગ્યાએ સેમ કોન્ટાસ રમશે. 19 વર્ષીય કોન્ટાસ માટે આ એક ખાસ ક્ષણ હશે કારણ કે આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2011માં તેના સૌથી યુવા ટેસ્ટ ડેબ્યૂ કરનારને મેદાનમાં ઉતાર્યો હતો. ત્યારબાદ પેટ કમિન્સને 18 વર્ષની ઉંમરે રમવા માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જો કે કોન્ટાસ ઓસ્ટ્રેલિયાનો સૌથી યુવા ઓપનર હશે અને ઉસ્માન ખ્વાજા સાથે તેની ઉંમરનો તફાવત ઘણો મોટો હશે.

સ્કોટ બોલેન્ડે છેલ્લા 18 મહિનામાં ભારત વિરૂદ્ધ એડિલેડ ટેસ્ટ મેચમાં શાનદાર વાપસી કરીને પોતાની બોલિંગ ધારનું પ્રદર્શન કર્યું છે. જો કે, જોશ હેઝલવુડની ઈજાના કારણે જ તે પરત ફર્યો હતો. ફરી એકવાર બોલેન્ડ ટીમમાં પોતાની યોગ્યતા સાબિત કરવા માટે તૈયાર હશે. તેણે એડિલેડ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી હતી, જેમાં કાંગારૂઓએ 10 વિકેટે જીત મેળવી હતી.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment