Anand Riddhi Suthar Death: આણંદની સોસીયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારનો મૃતદેહ કેનાલ માંથી મળતા ચકચાર, મોતનું કારણ હજી અકબંધ.
Anand Riddhi Suthar Death: રિદ્ધિ સુથારે બોરીયાવી નગરપાલિકાના ચેરમેનના હોદ્દા પર કામ કરતા રુષિન પટેલ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક દોઢ વર્ષનું બાળક પણ છે.
Anand Riddhi Suthar Death
રિદ્ધિ સુથારે લાંભવેલ નજીક પસાર થતી કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મહત્ત્વનું છે કે, રિદ્ધિ સુથારે બોરીયાવી નગરપાલિકામાં ચેરમેનના હોદ્દા પર કામ કરતા રુષિન પટેલ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક દોઢ વર્ષનું બાળક પણ છે.
આ પણ ખાસ વાંચો:
- Gujarat GDS Result 2025: ગુજરાત ગ્રામીણ ડાક સેવક રિજલ્ટ 2025 જાહેર કરવામાં આવ્યુ
- Ram Navami 2025 Date: જાણો રામ નવમી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ માહિતી
આ ઘટના અંગે જાણ થતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે બાદ કણજરી પાસેથી રિદ્ધિનો મૃતદેહ રેસ્ક્યૂ કરીને પોસ્ટ મોર્ટમ અર્થે નડિયાદ ખસેડવામાં આવ્યો હતો. રિદ્ધિ સુથાર જાણીતી મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર હતી.
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આ આત્મહત્યા છે કે હત્યા તે વિશે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રિદ્ધિ સુથારે કરેલા આપઘાત બાદ અનેક સવાલો ઊભા થયા છે. તો પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, રિદ્ધિ સુથારે આપઘાત પહેલાં કોઈ સ્યૂસાઈડ નોટ લખી છે કે, નહીં.