Champions Trophy 2025: લાહોરના ગદાફી સ્માંટેડીયમમાં વાગવા લાગ્યું ભારતનું રાષ્ટ્રગીત, ઓસ્ટ્રેલીયા ઇંગ્લેન્ડની મેચમાં બની ઘટના. જુવો પૂરો વિડીયો.
Champions Trophy 2025: આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચ લાહોરના ગદાફી સ્ટેડીયમમાં રમાઈ રહી છે, ત્યારે મેચની શરૂઆતમાં બંને ટીમના નેશનલ એન્થેમ એટલે કે રાષ્ટ્રીય ગીત વગાડીને મેચની શરૂઆત થતી હોય છે. ત્યારેજ આ ધબડકો જોવા મળ્યો હતો.
Champions Trophy 2025: લાહોરમાં વાગવા લાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
આ મેચની શરૂઆત પહેલા બંને ટીમોનું રાષ્ટ્રગીત વાગવાનું હતું. પરંતુ આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીત પહલાં ભારતનું રાષ્ટ્રગીત વાગવા લાગ્યું હતું. જો કે, અધિકારીઓએ તેને તરત રોકીને પછી ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત વગાડ્યું હતું. પરંતુ, ત્યાર સુધીમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
કોણ કહે છે કે પાકિસ્તાનીઓ ભારતને પ્રેમ નથી કરતા? ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં મેચ રમવા માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન પહોંચી નથી, પરંતુ એવું લાગે છે કે યજમાન ટીમને તેમની ખૂબ યાદ આવી રહી છે. શનિવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગ્રુપ બીની મેચ રમાઈ રહી છે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા લાહોર સ્ટેડિયમમાં કંઈક એવું બન્યું જે આજ પહેલા ભાગ્યે જ કોઈ ICC ટુર્નામેન્ટમાં બન્યું હશે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ તેમના રાષ્ટ્રગીતને સાંભળવા માટે તૈયાર હતા. કેમેરાનું ધ્યાન ઇંગ્લિશ કેપ્ટન જોસ બટલર પર હતું. પણ પછી ‘ભારત ભાગ્ય વિધાતા’ નો અવાજ આવ્યો અને બધા ચોંકી ગયા. રસપ્રદ વાત એ છે કે, ભારતીય રાષ્ટ્રગીત વગાડતાની સાથે જ ઇંગ્લેન્ડનો ધ્વજ બતાવવામાં આવી રહ્યો હતો. આ વીડિયો જોયા પછી ભારતીય ચાહકો બિલકુલ ફરિયાદ નહીં કરે, પરંતુ આખી દુનિયામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મજાક ઉડાવવામાં આવી રહી છે.
મોટી ભૂલ પછી, આયોજકોએ તરત જ તેને બંધ કરી દીધું પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે અને આખી દુનિયામાં પાકિસ્તાનની મજાક ઉડાવવામાં આવી રહી છે.