HomeGujaratSakhi Sahas Yojana: મહિલાઓ માટે નવી સખી સાહસ યોજના તેમજ વર્કિંગ વુમન...

Sakhi Sahas Yojana: મહિલાઓ માટે નવી સખી સાહસ યોજના તેમજ વર્કિંગ વુમન માટે હોસ્ટેલની સુવિધા

Sakhi Sahas Yojana: ગુજરાત બજેટ 2025 માં ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની આત્મનિર્ભરતા માટે નવી સખી સાહસ યોજના શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Sakhi Sahas Yojana: ગુજરાત સરકાર દ્વારા આજે રજુ કરાયેલા ગુજરાત બજેટ 2025 માં મહિલા સશક્તિકરણ પર ધ્યાન આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નવી સખી સાહસ યોજના શરૂ કરી છે. આ યોજના માટે રૂ. 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સખી સાહસ યોજના – Sakhi Sahas Yojana

નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું કે આધુનિક ગુજરાતના નિર્માણમાં નારીશક્તિની ભૂમિકા ખુબજ અગત્યની છે. જેમાં મહિલા શિક્ષણ અને મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેના માટે નવી સખી સાહસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવામાં આવશે. જેના માટે રૂ. 100 કરોડનું ફંડ ફાળવ્યું છે.

સખી સાહસ યોજના અંતર્ગત ક્યાં લાભ મળવા પાત્ર છે?

આ યોજના અંતર્ગત મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવામાં આવશે. જેના માટે રૂ. 100 કરોડનું ફંડ ફાળવ્યું છે.

આ પણ ખાસ વાંચો:

મહિલાઓ માટે પાંચ મોટી જાહેરાત
  • મહિલાને આત્મનિર્ભર બનાવતી સખી સાહસ યોજના શરૂ
  • વર્કિંગ વુમન માટે અમદાવાદ, સુરત, વડોદરા સહિત મેટ્રો શહેરોમાં હોસ્ટેલ સુવિધા
  • પીએનજી-એલપીજી સહાય યોજના અંતર્ગત રૂ. 500 કરોડની ફાળવણી
  • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને માસિક રૂ. 1250ની સહાય માટે રૂ. 3015 કરોડની જોગવાઈ
  • વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા રૂ. 217 કરોડની જોગવાઈ
નોકરી કરતી મહિલાઓ માટે હોસ્ટેલની સુવિધા

રાજ્ય સરકારે જે બહેનો ગુજરાતમાં બહારગામ નોકરી કરે છે. તેમના માટે ખાસ સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના ઘરથી દૂર રહેતી વર્કિંગ વુમન માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં વર્કિંગ વુમન હોસ્ટેલ તૈયાર કરવામાં આવશે. જેના માટે હાલ રૂ. 69 કરોડ ફાળવવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments