Champions Trophy 2025: જો તમારે મોબાઈલ અથવા ટીવી પર ચેમ્પિયન્સ ટ્રોફી લાઈવ જોવી હોય તો પેહલા જાણીલો JioHotstar સબસ્ક્રિપ્શન પ્લાન.
Champions Trophy 2025: ડિજિટલ પ્લેટફોર્મ JioStar પર પહેલી વાર ICC ટુર્નામેન્ટનું 16 ફીડ્સમાં નવ અલગ અલગ ભાષાઓમાં લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. જેમ કે અંગ્રેજી, હિન્દી, મરાઠી, હરિયાણવી, બંગાળી, ભોજપુરી, તમિલ, તેલુગુ અને કન્નડ વિગેરે ભાષાઓમાં રજુ કરવામાં આવશે.
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલાં ICC એ ટુર્નામેન્ટના બ્રોડકાસ્ટર્સની વિગતો શેર કરી છે. રિલીઝ મુજબ ભારતીય ચાહકો JioStar પર ચેમ્પિયન્સ ટ્રોફીનો આનંદ માણી શકે છે.
Jio Hotstar સબસ્ક્રિપ્શન પ્લાન ક્યા છે?
JioHotStar એપ્લિકેશન પર ઉપલબ્ધ કન્ટેન્ટ જોવા માટે તમારે સબસ્ક્રિપ્શન પ્લાન ખરીદવો પડશે. સૌથી સસ્તો પ્લાન 149 રૂપિયાનો છે, જે 3 મહિના માટે વેલિડ રહેશે. આ પ્લાનમાં, યુઝર્સ ફક્ત એક જ ડિવાઈસ પર લોગીન કરી શકશે. એક વર્ષના સબસ્ક્રિપ્શન માટે 499 રૂપિયાનો પ્લાન પણ ઉપલબ્ધ છે, જેમાં પણ એક જ ડિવાઈસ પર લોગીન કરી શકાશે.
પ્રીમિયમ પ્લાન સૌથી મોંઘો છે, જેની કિંમત 1499 રૂપિયા વાર્ષિક છે. પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લેવાથી, યુઝર્સ એક સાથે 4 ડિવાઈસ પર લોગીન કરી શકે છે અને જાહેરાત વિના કન્ટેન્ટ માણી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો ફક્ત JioHotStar પર જ લાઈવ સ્ટ્રીમ થશે, અને હવે મફતમાં જોવા માટેનો વિકલ્પ હવે ઉપલબ્ધ રહેશે નહીં.
આ પણ ખાસ વાંચો:
- Champions Trophy Live Streaming: જાણો ક્યાં, કેવી રીતે જોઈ શકશો ચેમ્પિયન્સ ટ્રોફી લાઇવ પ્રસારણ
- IPL 2025 Schedule: IPL 2025 કાર્યક્રમ જાહેર, ફાઈનલ મેચ 25 મેના રોજ રમાશે
ડિજિટલ પ્લેટફોર્મ JioHotStar પર પહેલી વાર, ICC ટુર્નામેન્ટનું 16 ફીડ્સમાં નવ અલગ અલગ ભાષાઓમાં લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. જેમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી, હરિયાણવી, બંગાળી, ભોજપુરી, તમિલ, તેલુગુ અને કન્નડનો સમાવેશ છે. એ પણ નોંધનીય છે કે ભારતીય સાંકેતિક ભાષા ફીડ અને ઓડિયો કોમેન્ટ્રી પણ JioHotStar પર સ્ટ્રીમ કરવા માટે ઉપલબ્ધ રહેશે.
ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પાકિસ્તાન છે, પરંતુ બીસીસીઆઈએ સુરક્ષા કારણોસર પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે.