HomeEntertainmentParvat Official Trailer: ગુજરાતી ફિલ્મ પર્વત બાપ દીકરીના સંબંધની એક એવી વાર્તા...

Parvat Official Trailer: ગુજરાતી ફિલ્મ પર્વત બાપ દીકરીના સંબંધની એક એવી વાર્તા જે તમારા હૃદયને સ્પર્શી જશે

Parvat Official Trailer: હિતુ કનોડિયા અને સપના વ્યાસ અભિનીત ગુજરાતી ફિલ્મ ‘પર્વત’ નું ઓફિશ્યલ ટ્રેલર રીલીઝ થઇ ચુક્યું છે. અને સિનેમાઘરોમાં આવવા તૈયાર છે.

Parvat Official Trailer: ગુજરાતી ફિલ્મ પર્વત એ પિતા-પુત્રીના અતૂટ બંધનની અનોખી કહાની છે. જે બાપ-દીકરીના સંબંધની એક એવી વાર્તા છે કે જે તમારા હૃદયને સ્પર્શી જશે. જીવનની સાદગી, પરિવારના મૂલ્યો અને અતૂટ પ્રેમની આ કહાની તમારી આંખોમાં આંસુ અને હોઠ પર સ્મિત લાવશે.

Parvat Official Trailer – ગુજરાતી ફિલ્મ પર્વત ઓફિશ્યલ ટ્રેલર

સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હિતુ ક્નોડીયો અને સપના વ્યાસની જોડી જોવા મળશે. આ ફિલ્મ RHSG Production હેઠળ બનેલી છે. ફિલ્મના લેખક અને ડીરેક્ટર આસિફ સીલાવત દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું મ્યુઝીક રોનક પંડિત દ્વારા આપવામાં આવ્યું છે.

“પર્વત” – એક એવી ફિલ્મ જે દરેક પિતા-પુત્રીના હૃદયને સ્પર્શશે. જ્યાં પર્વત જેવા મજબૂત પિતાની આંખોમાંથી વહે છે પ્રેમની નદી. જ્યાં દીકરીના હાસ્યમાં ખીલે છે પિતાનો આખો સંસાર.

આ પણ ખાસ વાંચો:

આ ટ્રેલરમાં હિતુ ક્નોડીયો દ્વારા એક સરસ લાઈન બોલે છે, મારા માટે સમાજ કરતા મારી દીકરી વધુ ઉપર છે. તેમજ તેની દીકરી એવું કહે છે કે એક વાઘ જેવો માણસ આટલો ઈમોશનલ હોય. પર્વત ફિલ્મનું ટ્રેલર જોતા લાગી રહ્યું છે કે આ ખુબ જ ઈમોશનલ ફિલ્મ છે. જેમાં એક પિતા – પુત્રીના સબંધો દર્શાવતી ફિલ્મ છે.

તમને એ જણાવી દઈએ કે આ પર્વત ગુજરાતી ફિલ્મ 21 ફેબ્રુઆરી 2025 ના રોજ સિનેમા ઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે. તો જો તમને ઈમોશનલ ફિલ્મ જોવી ગમતી હોય તો, આ ફિલ્મ જોવાનું ચુકતા નહિ. તેમજ આ ફિલ્મ દર્શકો પર કેવી છાપ છોડી શકે છે તે રીલીઝ થયા બાદ જ ખબર પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments