Jasprit Bumrah: ‘ગેમ ચેન્જર’ જસપ્રીત બુમરાહને ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2024 એનાયત કરવામાં આવ્યો. બુમરાહે 71 વિકેટ લીધી, જે 2024માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છે.
Jasprit Bumrah: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જસપ્રીત બુમરાહને વર્ષ 2024નો મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર સિલેક્ટ કર્યો છે. બુમરાહે 14.92 ની અદભુત સરેરાશથી 71 વિકેટ લીધી, અને 2024 માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે સ્થાન મેળવ્યું.
Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ ICC “મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2024” બન્યો
'Game Changer' Jasprit Bumrah is awarded the ICC Men's Test Cricketer of the Year 2024 🥁🥁
— BCCI (@BCCI) January 27, 2025
Bumrah took 71 wickets at a stunning average of 14.92, finishing as the highest wicket taker in Test cricket in 2024.#TeamIndia | @Jaspritbumrah93 pic.twitter.com/WHUciUK2Qb
રેડ-બોલ ફોર્મેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટમાં વાર્ષિક શ્રેષ્ઠ બોલિંગ કરતા, ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહને 2024 માટે ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે તાજ પહેરાવવામાં આવ્યો છે. બુમરાહ 2024 માં વિશ્વનો શ્રેષ્ઠ બોલર હતો, તેણે ઘર અને બહાર બંને સ્થિતિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્ટેન્ડિંગમાં ભારતને વિશ્વ ટેસ્ટ ચેમ્પીયન શીપ (WTC)માં મુખ્ય દાવેદારમાં ટકાવી રાખવા મુખ્ય યોગદાન આપ્યું હતું.
પીઠની ઈજાને કારણે લાંબી ગેરહાજરી બાદ 2023ના અંતમાં સૌથી લાંબા ફોર્મેટમાં પાછા ફરતા, બુમરાહે અવિશ્વસનીય ક્રિકેટ રમીને ટેસ્ટ ક્રિકેટમાં સારી બોલિંગ કરીને અનેક રેકોર્ડ બનાવ્યા. જમણા હાથના આ ઝડપી બોલરે ઘરઆંગણે ભારતે ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે શ્રેણી જીત મેળવી હતી, અને તેણે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ બહારની સ્થિતિમાં પણ વિકેટ પાડવાની સારી તક મેળવી હતી.
આ પણ ખાસ વાંચો:
- યુનિફોર્મ સિવિલ કોડ: ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું
- Padma Awards 2025: પદ્મ એવોર્ડ 2025 જાહેર કરવામાં આવ્યા, 8 ગુજરાતી સહીત 139 હસ્તીઓને પુરસ્કાર આપવામાં આવશે
- Chhaava Official Trailer: વીકી કૌશલ અને રશ્મિકા મંદાના અભિનીત છાવા ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું
ભારત માટે બુમરાહ આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય ક્રિકેટર બન્યો છે. આ પહેલા રાહુલ દ્રવિડ (2004), ગૌતમ ગંભીર (2009), વીરેન્દ્ર સેહવાગ (2010), રવિચંદ્રન અશ્વિન (2016) અને વિરાટ કોહલી (2018) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
બુમરાહની 71 વિકેટ સાથે, તે રવિચંદ્રન અશ્વિન, અનિલ કુંબલે અને કપિલ દેવના પગલે ચાલીને એક કેલેન્ડર વર્ષમાં 70 થી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ચોથો ભારતીય બોલર બન્યો છે. ટેસ્ટ ઇતિહાસમાં, એક કેલેન્ડર વર્ષમાં 70 થી વધુ વિકેટ લેનારા 17 બોલરોમાંથી કોઈએ પણ બુમરાહ જેટલી ઓછી સરેરાશથી આવું કર્યું નથી.