UPSC CSE 2025 Notification Out: યુનિયન પબ્લિક સર્વિસીસ કમીશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસીસ પ્રીલીમીનરી પરીક્ષા (UPSC CSE 2025) માટે નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે.
UPSC CSE 2025 Notification: યુનિયન પબ્લિક સર્વિસીસ કમીશન (UPSC) માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી એવી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ કાળજીપૂર્વક વાંચો. અને અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચીને જ અરજી કરવી.
UPSC CSE 2025 Notification Out
સંસ્થા | યુનિયન પબ્લિક સર્વિસીસ કમીશન (UPSC) |
પોસ્ટ | સિવિલ સર્વિસિસ પરીક્ષા 2025 (UPSC CSE 2025) |
જગ્યા | 979 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11-02-2025 |
ઓફીસ્યલ વેબસાઈટ | https://upsc.gov.in/ |
UPSC CSE 2025 Education
- યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે રજિસ્ટર કરાવવા માટે ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો આવશ્યક છે.
વય મર્યાદા:
- યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષની હોવી જોઈએ. ઉંમર 1 ઓગસ્ટ 2025 ના પ્રમાણે ગણવામાં આવશે. આ ઉપરાંત, અનામત શ્રેણીના ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવી છે.
અરજી ફી:
- યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025 માટે અરજી ફી 100 રૂપિયા છે. જ્યારે મહિલા/SC/ST/બેન્ચમાર્ક દિવ્યાંગ ઉમેદવારોને ફી ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ પણ ખાસ વાંચો:
- ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 તારીખ જાહેર
- WPL 2025 Schedule: વુમન્સ પ્રીમિયર લીગ 2025 શેડયુલ જાહેર, જાણો ક્યારથી અને ક્યાં રમાશે
- મહાકુંભ 2025 શાહી સ્નાન: મહાકુંભ 2025 નો ભવ્ય પ્રારંભ, જાણો શાહી સ્નાનની તારીખો અહીંથી
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
UPSC CSE 2025 માટે અરજી કઈ રીતે કરવી?
સ્ટેપ 1. પ્રથમ UPSC ની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
સ્ટેપ 2. હોમ પેજ પર UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા 2025 રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3. એક નવું પેજ ખુલશે, અહીંયા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો.
સ્ટેપ 4. રજિસ્ટ્રેશન પછી એકાઉન્ટમાં લોગિન કરો.
સ્ટેપ 5. અરજી ફોર્મ ભરો અને ફી ચૂકવો.
સ્ટેપ 6. સબમિશન પછી, અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરીને ભવિષ્યના સંદર્ભ માટે તેની હાર્ડ કોપી રાખો.
UPSC CSE 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા 2025 માટે 11 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.
UPSC CSE 2025 માટે પસંદગી પ્રક્રિયા કઈ છે?
UPSC CSE પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે: પ્રારંભિક, મુખ્ય અને ઇન્ટરવ્યુ. પ્રારંભિક પરીક્ષા પાસ કર્યા પછી, શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે હાજર રહે છે. UPSC મુખ્ય પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ માટે આમંત્રિત કરવામાં આવે છે.