ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 તારીખ જાહેર: ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખોની આજે જાહેરાત કરવામાં આવી છે.
Gujarat Local Body Elections 2025: રાજ્ય ચૂંટણી કમિશનર ડો.એસ. મુરલી ક્રિષ્નાએ પત્રકાર પરિષદ યોજી અને માહિતી આપતા કહ્યું કે, રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 તારીખ જાહેર
#Gujarat ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 તારીખ જાહેર #GujaratGovernment pic.twitter.com/81J15KeSXy
— GujaratAsmita (@gujaratasmita21) January 21, 2025
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 કાર્યક્રમ જાહેર
- 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
- 2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
- 3 ફેબ્રુઆરીએ થશે ફોર્મની ચકાસણી
- 4 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
- 16 ફેબ્રુઆરીએ મતદાન
- 17 ફેબ્રુઆરીએ જરૂર પડે તો ફેર મતદાન
- 18 ફેબ્રુઆરીએ મત ગણતરી
- 21 ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે
આ પણ ખાસ વાંચો:
- WPL 2025 Schedule: વુમન્સ પ્રીમિયર લીગ 2025 શેડયુલ જાહેર, જાણો ક્યારથી અને ક્યાં રમાશે
- મૌની અમાવસ્યા 2025: મૌની અમાવસ્યા મહાકુંભનું સૌથી મહત્વપૂર્ણ સ્નાન
રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડૉ. એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું છે કે, રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 66 નગર પાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગર પાલિકાની 3 ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ. આ સિવાય ધાનરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો.
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 કઈ તારીખે છે?
16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 જાહેરનામું ક્યારે પ્રશિદ્ધ થશે?
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 જાહેરનામું 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 માટે 2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 માટે ફોર્મ પરત ખેંચવાની તારીખ કઈ છે?
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 માટે 4 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025 માટે મત ગણતરી ક્યારે છે?
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચુંટણી 2025ની 18 ફેબ્રુઆરીએ મત ગણતરી છે.