Pariksha Pe Charcha 2025 Registration: પરીક્ષા પે ચર્ચાના 8મા સંસ્કરણ માટે 2.79 કરોડથી વધુ રજીસ્ટ્રેશન

Pariksha Pe Charcha 2025 Registration

Pariksha Pe Charcha 2025 Registration: પરીક્ષા પે ચર્ચા 2025 રજીસ્ટ્રેશન 14 ડીસેમ્બરના રોજ શરુ થયેલ છે. જેમાં આત્યાર સુધીમાં પરીક્ષા પે ચર્ચાના 8મા સંસ્કરણ માટે 2.79 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયું છે.

Pariksha Pe Charcha 2025 Registration: જો તમે પણ પરીક્ષા પે ચર્ચા 2025 રજીસ્ટ્રેશન કરવા માંગો છો તો ઉતાવળ રાખજો હવે જાજો સમય રહ્યો નથી પરીક્ષા પે ચર્ચા 2025 રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 14 જાન્યુઆરી 2025 છે.

Pariksha Pe Charcha 2025 Registration

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ “પરીક્ષા પે ચર્ચા” ની 8મી આવૃત્તિએ આ વખતે 2.79 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની નોંધણી સાથે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો તણાવ ઓછો કરવાનો અને શીખવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.

નોંધનીય છે કે પરીક્ષા પે ચર્ચા 2025 માટે ઓનલાઈન નોંધણી 14 ડિસેમ્બર 2024 ના રોજ શરૂ થઈ હતી અને તે MyGov.in પોર્ટલ પર 14 જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે. આ જબરદસ્ત પ્રતિસાદ કાર્યક્રમની સફળતા સાબિત કરે છે જે વિદ્યાર્થીઓની માનસિક સુખાકારીને વધારવામાં અને પરીક્ષાઓ પ્રત્યે સકારાત્મક વલણ વિકસાવવામાં મદદ કરે છે.

પરીક્ષા પે ચર્ચા 2025માં ભાગ લેવા ઇચ્છુકે સત્તાવાર વેબસાઇટ innovateindia1.mygov.in પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

Pariksha Pe Charcha 2025 Registration કઈ રીતે કરવું?

સ્ટેપ 1. પરીક્ષા પે ચર્ચા 2025 માટે રજિસ્ટ્રેશન કરવા સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ innovateindia1.mygov.in ઓપન કરો.
સ્ટેપ 2. આ વેબસાઇટના હોમ પેજ પર Participate Now (પાર્ટિસિપેટ નાઉ) પર ક્લિર કરો.
સ્ટેપ 3. તમે તમારી કેટેગરી અનુસાર Student (વિદ્યાર્થી) (Self Participation), Student (Participation through Teacher login), શિક્ષક (Teacher), Parent (માતા પિતા) વિકલ્પ પસંદ કરી તેની નીચે ક્લિક ટુ પાર્ટિસિપેટ પર ક્લિક કરો.
સ્ટેપ 4. હવે તમારું આખું નામ, મોબાઇલ નંબર, ઇમેલ આઈડી દાખલ કરી રજિસ્ટ્રેશન કરો.
સ્ટેપ 5. ત્યારબાદ અન્ય જરૂરી વિગત દાખલ કરી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પુરી કરી લો.

Pariksha Pe Charcha 2025 Registration માટે છેલ્લી તારીખ કઈ છે?

પરીક્ષા પે ચર્ચા 2025 રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 14 જાન્યુઆરી 2025 છે.

આ વાર્ષિક કાર્યક્રમનું આયોજન શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા કરવામાં આવે છે. ગયા વર્ષે 7મી આવૃત્તિ 2024 માં ભારત મંડપમ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે યોજાઈ હતી.

આ વખતે, ‘પરીક્ષા પે ચર્ચા’ હેઠળ, 12 થી 23 જાન્યુઆરી દરમિયાન શાળા સ્તરની ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ પ્રવૃત્તિઓમાં બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં પરંપરાગત રમતો, મેરેથોન દોડ, મીમ સ્પર્ધા, શેરી નાટકો, યોગ અને ધ્યાન સત્રો, પોસ્ટર મેકિંગ સ્પર્ધા, પ્રેરણાદાયી ફિલ્મોનું સ્ક્રીનિંગ, માનસિક સ્વાસ્થ્ય કાર્યશાળાઓ અને કવિતા પઠન અને સંગીત જેવા સર્જનાત્મક પ્રદર્શનનો સમાવેશ થશે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને કોઈપણ તણાવ વિના તેમના અભ્યાસ અને પરીક્ષાનો આનંદ માણવા માટે પ્રેરિત કરે છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment