Los Angeles wildfires: LA Fire – અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં આગ લાગી છે. આ આગને કારણે 5 લોકોના મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે.
Los Angeles wildfires: અમેરિકાના કેલિફોર્નિયા અને લોસ એન્જેલસના જંગલોમાં લાગેલી આગથી તબાહી, આગ હવે ઝડપથી શહેર તરફ પ્રસરી છે તેમજ હવાને કારણે આગ ઓલવવાનું કામ કપરું બન્યું છે અને દોઢ લાખ ઘરની વીજળી જતી રહી છે. તેમજ હજારો ઇમારતોને પણ અસર થઈ છે. રાષ્ટ્રપતિ જો બાઇડને લોસ એન્જલસની આગમાં આગની ઘટનામાં શકય તમામ મદદનું આશ્વાસન આપ્યું છે.
Los Angeles wildfires
— Elon Musk (@elonmusk) January 8, 2025
અમેરિકાના લોકો હાલ આ સમયે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, એક દાયકા પછી આવેલા બરફના તોફાને તબાહી મચાવી છે, તેમજ હવે કેલિફોર્નિયામાં લાગેલી આગ રહેણાંક વિસ્તારોમાં સતત ફેલાઈ રહી છે. આ આગથી લાખો લોકો પ્રભાવિત થયા છે. લગભગ 70 હજાર લોકોને ઘર છોડવું પડ્યું. આ સાથે 5 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. અનેક મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
આ પણ ખાસ વાંચો:
પેસિફિક પેલિસેડ્સ, ઇટન અને હર્સ્ટમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. હેલિકોપ્ટરથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પેલિસેડ્સમાં 15,000 એકર, ઈટનમાં 10,000 એકર અને હર્સ્ટમાં 500 એકરથી વધુ જમીન બળીને રાખ થઈ ગઈ.
આગ પહેલીવાર 7 જાન્યુઆરીએ લાગી હતી. ભારે પવનને કારણે તે ફેલાતો રહ્યો. ઘણા ચોરસ કિલોમીટરનો વિસ્તાર બળીને રાખ થઈ ગયો છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.પરિસ્થિતિ એટલી ભયાનક હતી કે તેનો સામનો કરવા માટે, લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટને ફરજ પર ન હોય તેવા કર્મચારીઓ પાસેથી પણ મદદ માંગવી પડી. ખરાબ હવામાનને કારણે રાષ્ટ્રપતિ જો બિડેનને રિવરસાઇડ કાઉન્ટીની મુલાકાત રદ કરવાની ફરજ પડી.